Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > પાડોશી પરિણીત મહિલા સાથે રંગરેલિયા માટે પ્રેમીએે ઘર નીચે બનાવી ગુપ્ત સુરંગ

પાડોશી પરિણીત મહિલા સાથે રંગરેલિયા માટે પ્રેમીએે ઘર નીચે બનાવી ગુપ્ત સુરંગ

0
193

પતિ બહાર જતો ત્યારે બંને પ્રણયફાગ ખેલતા હતા, એક દિવસ પકડાઇ ગયા

મેક્સિકોઃ વ્યભિચારનો એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત પાડોશી મહિલા સાથે યુવકે ઘરની નીચેથી એક ગુપ્ત સુરંગ (Love Tunnel) બનાવી હોવાનો પર્દાફાશ થયો છે. આ પ્રેમી વ્યવસાયે કડિયો હોવાનું મીડિયાના અહેવાલમાં જણાવાયું છે.

ડેઇલી મેલના રિપોર્ટ મુજબ આ કિસ્સો મેક્સિકોનો છે. જ્યારે મહિલાનો પતિ કામ પર જતો ત્યારે પાડોશી યુવક સુરંગ (Love Tunnel)વાટે તેના ઘરમાં આવી જતો અને બંને રંગરેલિયા મનાવતા હતા.

આ પણ વાંચોઃ COVID-19: UKથી ભારત આવનાર ફ્લાઈટ્સ પર 7 જાન્યુઆરી સુધી પ્રતિબંધ

પ્રેમી યુવકનું નામ આલ્બર્ટો છે. તે મેક્સિકોના તિજુઆના વિસ્તારમાં રહે છે. તેણે પાડોશી મહિલા પામેલા સાથે પ્રણયફાગ ખેલવા માટે તેના ઘર સુધી જવા નીચેથી એક ગુપ્ત પરંતુ વ્યવસ્થિત સુરંગ (Love Tunnel) બનાવી દીધી હતી.

પરંતુ આ બંનેની આ પ્રેમલીલા આખરે એક દિવસ પકડાઇ ગઇ. જ્યારે મહિલાનો પતિ જોર્જ એક દિવસ કોઇ કામથી વહેલો ઘેર આવી ગયો અને તેણે બંનેને રંગે હાથ પકડી પાડ્યા.

પ્રેમી ગધેડાના સિંગને જેમ ગાયબ Love Tunnel news

પ્રેમિકાના પતિને જોઇ આલ્બર્ટો એક સોફા પાછળ સંતાઇ ગયો. પરંતુ થોડી વાર પછી તે અચાનક ગુમ થઇ ગયો. જોર્જે આખા બેડરુમમાં પત્નીના પ્રેમી ઘણી વાર સુધી શોધ્યો પણ તે ગધેડાના સિંગની જેમ ગાયબ હતો.

જો કે જોર્જે પોતાના ઘરમાંથી ગાયબ થયેલા આલ્બર્ટો અંગે જ્યારે તપાસ કરી તો સોફાની નીચેથી એક ગુપ્ત સુરંગ (Love Tunnel)મળી આવી. જોર્જને ખ્યાલ આવી ગયો કે આલ્બર્ટો તેમાંથી ભાગી ગયો હતો. કારણ કે તેનો રસ્તો આલ્બર્ટોના ઘરમાં નીકળતો હતો.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં સગાઈ કરવા પહોંચ્યા રણબીર-આલિયા! નવા વર્ષમાં આપશે સરપ્રાઈઝ

પ્રેમી અને મહિલાના પતિ વચ્ચે ઝઘડો થતાં પોલીસ આવી

રિપોર્ટ મુજબ સુરંગ બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરાઇ હતી. પરંતુ એ જાણવા મળ્યું નથી કે આલ્બર્ટોએ તેને કેટલા સમય પહેલા બનાવી હતી. પકડાયા પછી આલ્બર્ટોએ જોર્જને વિનંતી કરી હતી કે આ મામલો તેની પત્નીને ન જણાવે.

પણ પત્નીની બેવફાઇથી દાઝેલા જોર્જે તેની વાત માની નહીં. બંને વચ્ચે ઝઘડો પણ થયો, એટલે સુધી કે પોલીસને બોલાવવી પડી હતી. ત્યારે આ Love Tunnel જગજાહેર થઇ ગયો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9