Gujarat Exclusive > યુથ > મનોરંજન > એય..જાડી…! કહીને ચીડવતા લોકો, હવે સફળ મૉડલ બનીને દરેકની બોલતી કરી બંધ

એય..જાડી…! કહીને ચીડવતા લોકો, હવે સફળ મૉડલ બનીને દરેકની બોલતી કરી બંધ

0
3830

મુંબઈ: આજે અમે એક એવી હૉટ મૉડલ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમણે હિંમત અને મહેનતના જોરે આલોચના સહન કર્યા બાદ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. એક સમય હતો, જ્યારે દરેક લોકો તેને જાડી-જાડી કહીને ચીડવતા હતા, પરંતુ આજે લોકો તેની પ્રસંશા કરતા થાકતા નથી.

આ મૉડલનું નામ સાંભળીને જ તમારા મગજમાં માત્ર એક જ વાત જરૂર આવશે અને એ છે તેનું સેક્સી ફિગર. અમે જેની વાત કરવાના છીએ, તેનું નામ છે પાયલ સોની. જે એક પ્લસ સાઈઝ મૉડલ છે. ચોક્કસ પ્લસ સાઈઝ મોડલ અને એ પણ સેક્સી સાંભળીને તમે ચોંકી જશો.

રાજસ્થાનમાં જન્મેલી પાયલને મોડલ બનવાની ઘેલછા મુંબઈ લઈ આવી. જો કે, ભારતમાં તેના જેવી સાઈઝ ધરાવતી મૉડલ્સને વધારે મહત્વ આપવામાં આવતું નહતું.

પાયલને પોતાની સાઈઝના કારણે ક્યાં કોઈ આશાનું કિરણ દેખાયું નહતું, પરંતુ તેણે હિંમતના હારી. પાયલને પોતાના મોટાપાના કારણે અવારનવાર મજાકનો સામનો કરવો પડતો હતો. જો કે આખરે તેની મહેનત રંગ લાવી અને પોતાના પ્લસ સાઈઝ શરીરની મદદથી એક સફળ અને સુંદર મોડલ્સ બની. આટલું જ નહી, પાયલે 2017માં મિસ પ્લસ સાઈઝ વેસ્ટ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો.

જણાવી દઈએ કે, પાયલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. પાયલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના હોટ ફોટોથી ભરેલું પડ્યું છે. તે અવારનવાર પોતના સેક્સી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પાયલે જણાવ્યું કે, જ્યારે તે મોડલ નહતી, ત્યારે લોકો તેની પર ભદ્દી કોમેન્ટો કરતા હતા અને મજાક ઉડવતા હતા.

ઓય…ગુરુ…! બોલિવૂડ હસીનાઓને કાંટાની ટક્કર આપે છે સિદ્ધુની પુત્રી, વિશ્વાસ ના હોય તો જુઓ ફોટા