Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #column: નશાના રવાડે ચઢ્યા બાદ જાંબાજ તરવૈયા Phelpsની સાહસિક કથા

#column: નશાના રવાડે ચઢ્યા બાદ જાંબાજ તરવૈયા Phelpsની સાહસિક કથા

0
364

કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો- ડૉ. જય નારાયણ વ્યાસ

એક ખૂબ રસપ્રદ કિસ્સો આજે શબ્દદેહે ઉતારવો છે. વાતની શરૂઆત કાંઈક આ રીતે થાય છે.

ખ્યાતિપ્રાપ્ત તરવૈયાઓના કુટુંબમાં એક બાળકનો (Phelps) ઉમેરો થાય છે. બાળક મોટું થાય છે. ધીરે-ધીરે એના વિચારો ઘડાતા જાય છે અને એ પણ યુવાન વયે પહોંચતાં સુધીમાં નક્કી કરી લે છે કે મારા કુટુંબની પરંપરા હું વધુ ઉજજવળ રીતે આગળ વધારીશ. આગળ જતાં હું પણ વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત તરવૈયો બનીશ. સખત મહેનત કરીને એવી સિદ્ધિ હાંસલ કરીશ કે જેની બરોબરી કોઈ ના કરી શકે.

આ પણ વાંચોઃ#Column: કાયદા માટે સૌ સરખા, પછી તે મહાત્મા ગાંધી કેમ ના હોય!

તરવાનો હુન્નર તો જાણે એને વારસામાં મળ્યો

એ દ્રઢનિર્ધાર સાથે પેલા તરુણે પાણીમાં ઉતવવાનું શરૂ કર્યું. તરવાનો હુન્નર તો જાણે એને વારસામાં મળ્યો હતો. શરૂઆતથી જ સડસડાટ પાણી કાપતો એ તરતો હોય ત્યારે આજુબાજુના બધા એને જોઈ રહેતા. પણ આ તરુણને પાણીમાં ડૂબકી મારવા સામે સખત બીક લાગતી. માથું પાણીની નીચે જાય એટલે સ્વાભાવિક રીતે ગૂંગળામણની સાથોસાથ એક અદ્રશ્ય ભય એનો કબજો લઈ લેતો.

આ ભયમાંથી મુક્ત થવા માટે એણે મદદ લીધી એની બંને બહેનોની જે પણ તરવાની કળામાં નિષ્ણાત હતી. ધીરે-ધીરે ભય ભાગવા માંડયો અને એણે તરવૈયા તરીકેની એની મુસાફરી શરૂ કરી.

અમેરિકાનું ઓલેમ્બિકમાં પ્રતિનિધિત્વ કરનાર તે સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો અને 15 વરસની ઉંમરમાં તેણે (Phelps) 200 મીટર બટરફ્લાય તરણ સ્પર્ધામાં વિશ્વ રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો. પણ 27 વરસની ઉંમરે તેણે ખૂબ યુવાન વયે અણધારી નિવૃત્તિ લઇ લીધી. ત્યાર પછી શરૂ થઈ કમનસીબીઓની વણઝાર.

Phelps) દારૂ પીને વાહન ચલાવવાના ગુના બદલ ધરપકડ

29વરસની ઉંમરે આ ખેલાડી ફેલ્પસ(Phelps) દારૂ પીને વાહન ચલાવવાના ગુના બદલ ધરપકડ કરાયો. આ બનાવે એક સ્ટાર એથ્લેટ તરીકેની એની છબી ધ્રુમિલ કરી. પણ આ એની મૂસીબતોનો અંત નહોતો. આગળ જતા એક પાર્ટીમાં એ ચરસ પીતો દેખાયો, જે બાદ ફરી એકવાર એની પીધેલી હાલતમાં વાહન ચલાવવા માટે ધરપકડ થઈ. એની આ પ્રકારની વર્તણૂક એના ચાહકોને ખૂબ દુઃખી કરતી હતી.

આટલા વરસોમાં એણે કમાયેલી બધી જ શાખ અને ઈજ્જત-આબરૂ ફેલ્પ્સે ગુમાવી દીધી. એણે પુનવર્સન માટેના એક રિહેબિલિટેશન સેન્ટરમાં જોડાઈને સુધારવાનો પ્રયત્ન કર્યો પણ એનાથી કોઈ ફરક પડ્યો નહીં. બધાના મનમાં હવે સ્પષ્ટ થતું જતું હતું કે આ માણસ ક્યારેય સુધરશે નહીં અને અગાઉની જેમ પુનઃપ્રતિષ્ઠા પ્રાપ્ત નહીં કરી શકે.

આ પણ વાંચોઃ #column: કુશળ વહીવટકર્તા સર પ્રભાશંકર પટણીના જીવનનો પ્રસંગઃ મા તે મા….

ફેલ્પસ(Phelps) ભયંકર હતાશામાં સપડાયો

ફેલ્પસ(Phelps) ભયંકર હતાશામાં સપડાયો. આ હતાશા એટલે કે ડિપ્રેશન એનો પીછો જ નહોતું છોડતું. વાત સાવ વણસી ગઈ હતી પણ એક દિવસ જાણે કે ચમત્કાર થયો. એણે પોતાની ભાવનાઓ અને મગજ પર કાબૂ મેળવી લીધો. એનો જાણેકે પુનર્જન્મ થઈ રહ્યો હતો. એણે હતાશામાંથી બહાર નીકળી પોતાની જાતને પુનઃપ્રસ્થાપિત કરવા માટેનો પાક્કો નિર્ધાર કરી લીધો હતો.

ફેલ્પસ(Phelps) બદલાઈ રહ્યો હતો. એ બદલાયો અને પહેલા હતી તેના કરતા પણ વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના મક્કમ નિર્ધાર સાથે એણે એના કોચનો સંપર્ક કર્યો. આ એજ ગુરુ હતો જેણે અગાઉ કોચિંગ થકી તાલિમ આપી હતી. ફેલ્પસે(Phelps)પોતાની નિવૃત્તિ પાછી ખેંચી લીધી.

મરણિયો થઇને ઝંપલાવવાનું નક્કી

હવે રિયો ઓલમ્પિકમાં એક છેલ્લી વખત પોતાની ક્ષમતા તલાશી જોવા એણે મરણિયો થઇને ઝંપલાવવાનું નક્કી કર્યું. એ જાણતો હતો કે એનો સ્ટેમિના એટલે કે તાકાત ઘણી ઘટી ગઈ હતી. આ કારણથી એણે પોતે અગાઉ જે તાલીમ લેતો હતો એના કરતાં વધુ આકરી તાલીમ લેવાનું શરૂ કર્યું. એ ગાંડાની માફક મચી પડ્યો. મનમાં એક જ ધૂન સવાર હતી અને આંખો સામે એક જ લક્ષ્ય હતું – રિયો ઓલમ્પિક.

આ પણ વાંચોઃ #Column: અમિતાભ બચ્ચન શા માટે સદીના મહાનાયક છે? કર્મ અને જ્ઞાન!

આ લક્ષ્યમાં સફળ થવા માટે એણે પોતાનું બધું જ દાવ પર લગાવ્યું હતું. એ પોતાની જાતને જાણે કે કહી રહ્યો હતો, “જો રિયો ઓલમ્પિકમાં જઈશ અને ફાઇનલમાં નહીં જીતુ તો કદાચ લોકો મારા મોં પર થૂંકશે.” પણ આ વખતે તકદીર જાણે કે વ્યાજ સાથે બદલો આપવા બેઠું હતું. એની મહેનત રંગ લાવી.

રિયો એ ઓલિમ્પિક્સમાં 5 સુવર્ણચંદ્રક જીત્યો

રિયો એ ઓલિમ્પિક્સમાં 5 સુવર્ણચંદ્રક જીત્યો. કદાચ એણે પોતે પણ આટલી સારી કલ્પના તો નહીં કરી હોય. તેણે દુનિયાને પુરવાર કરી આપ્યું કે એ Washed up Athlete એટલે કે ઘસાઈ ખાઈ ગયેલો એથ્લેટ નહોતો અને નહોતો જ. એનું મિશન હતું ખોઈ નાખેલી પ્રતિષ્ઠા, માન-સન્માન પૂન: પ્રાપ્ત કરવાનું જે એણે એક ઝાટકે કરી લીધું.

બધા ખ્યાતનામ ખેલાડીઓની માફક એ પણ એક દિવસની નિવૃત્ત થયો.

પણ…. એણે 28 સુવર્ણચંદ્રકો જીતવાનો ઇતિહાસ પોતાના નામે કરી લીધો હતો.

આ પણ વાંચોઃ #Column:રવિશંકર મહારાજ – અમીટ કીર્તિની અમરકથા સમા લોકસેવક

કોણ કહે છે એક વખત ગબડીને માણસ પાછો ઊભો નથી થઈ શકતો નથી. ફેલ્પની માફક ચોક્કસ થઈ શકે જો એ પોતે દ્રઢ નિર્ધાર કરે તો.
અંતમાં નીચેની પંક્તિઓ

“કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો”