Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતની સૈનિક સ્કૂલે 60 વર્ષ બાદ છોકરીઓ માટે ખોલ્યા દરવાજા, 2021માં મળશે પ્રવેશ

ગુજરાતની સૈનિક સ્કૂલે 60 વર્ષ બાદ છોકરીઓ માટે ખોલ્યા દરવાજા, 2021માં મળશે પ્રવેશ

0
142
  • સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવાનું સપનું જોતી દીકરીઓના સપના થશે સાકાર
  • બાલાચડી સૈનિક સ્કૂલ સ્થાપનાના 60 વર્ષો બાદ 10 છોકરીઓને આપશે એડમિશન

જામનગર: સૈનિક સ્કૂલમાં ભણીને દેશની સેવા કરવાનું સપનું જોનારી દેશની દીકરીઓ માટે ખુશખબર છે. ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાચડીએ (Sainik School Balachadi) સ્થાપનાના 60 વર્ષો બાદ પોતાના દરવાજા છોકરીઓ માટે ખુલ્લા મૂક્યાં છે. જેથી તે ભારતીય સેનામાં પોતાની સેવા આપી શકે.

સૈનિક સ્કૂલ બાલાચડીમાં (Sainik School Balachadi) વર્ષ 2021થી છોકરીઓને એડમિશન આપવામાં આવશે. જામનગરથી 32 કિલોમીટર દૂર નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં પ્રવેશ કરવા માંગતા યુવાઓને તાલીમ આપવા માટે સ્થાપવામાં આવેલ સૈનિક સ્કૂલ બાલાચડીમાં (Sainik School Balachadi) પહેલા માત્ર છોકરાઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતમાં 10 યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે. જે બાદ યુવતીઓ માટે સીટોની સંખ્યા વધારવામાં આવશે. આ સાથે જ તેમાંથી 67 ટકા સીટો ગુજરાતની સ્કૂલની છોકરીઓ માટે અનામત રહશે.

જણાવી દઈએ કે, બૉર્ડિંગ સ્કૂલમાં ધોરણ-6થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને તે NDAમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ધોરણ-11 સુધી તાલીમ આપે છે. હવે અહીં ધોરણ-6માં છોકરીઓ પણ એડમિશન લઈ શકશે.

બે વર્ષ પહેલા જ મંત્રાલયે આપી હતી મંજૂરી
ડિફેન્સ મિનિસ્ટ્રીએ લગભગ 2 વર્ષ પહેલા જ દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી 5ને છોકરીઓના પ્રવેશ માટે મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ચંદ્રપુર (મહારાષ્ટ્ર), બીજાપુર (કર્ણાટક), કોડાગુ (કર્ણાટક), કલિકિરી (આંધ્ર પ્રદેશ), ઘોડાખાલ (ઉત્તરાખંડ) માં આવેલ સૈનિક સ્કૂલો (Sainik School Balachadi) સામેલ છે.

આ પણ વાંચો:  કોરોનાની અસર! સરકારે ઉમેદવારોના મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા 10% વધારી

આમ છતાં હોસ્ટેલ સહિત અન્ય સુવિધાઓના અભાવના પગલે છોકરીઓને એડમિશન મળી શક્યું નહતું. હવે 2020-21ના સત્રમાં વિદ્યાર્થીનિઓના એડમિશનનો માર્ગ મોકળો થઈ ગયો છે. સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓના અભ્યાસ સબંધી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

દીકરીઓ સૈન્ય અધિકારી બની કરશે દેશની સેવા

સૈનિક સ્કૂલોમાં (Sainik School Balachadi) માત્ર યુવકોને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ હવે યુવતીઓ માટે પણ માર્ગ મોકળો બની ગયો છે. જે દીકરીઓ સૈન્ય અધિકારી બનીને દેશની સેવા કરવાનું સપનું જોતી હતી, રક્ષા મંત્રાલયના નિર્ણય બાદ (Sainik School Balachadi) પ્રવેશ મેળવી તે પોતાનું સપનું પુરુ કરી શકશે.