Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, હેલ્પલાઈન શરૂ કરાઈ

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, હેલ્પલાઈન શરૂ કરાઈ

0
62
  • મતદાન મથકની 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલ પર રોક
  • 21મીંએ થશે મતદાન, મતદાન બાદ પોલિંગ બૂથ છોડવું પડશે
  • કુલ 45,41,346 મતદાતાઓ કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ

અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાવાની છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. AMC Election 2021

આ અંગે અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડમાં 192 બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે. આ માટે તંત્ર દ્વારા 4550 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવાની જવાબદારી 16 રિટનિંગ ઓફિસર અને 16 સહાયક રિટર્નિંગ ઓફિસરોને સોંપવામાં આવી છે.

મતદાન માટે વહીવટી તંત્ર તરફથી 10,920 બેલેટ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે 28,161 પોલિંગ સ્ટાફની તૈનાતી કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 23,71,060 પુરુષ મતદાતા અને 21,70,141 મહિલા મતદાતાઓ સિવાય 141 અન્ય મતદાતાઓ સહિત કુલ 45,41,346 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. AMC Election 2021

આ પણ વાંચો: મોંઘવારીની માર! પેટ્રોલ-ડીઝલ બાદ અદાણી ગેસે CNG અને PNGના ભાવમાં કર્યો વધારો AMC Election 2021

અમદાવાદના 48 વોર્ડમાં ચૂંટણી યોજાશે. મતદાતાઓને મતદાન કરવામાં સરળતા રહે તે માટે અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાગલેએ હેલ્પલાઈન શરૂ કરી છે. આ હેલ્પલાઈન પર મતદાતા મતદાન મથક સહિત ચૂંટણી પ્રક્રિયાની જાણકારી મેળવી શકશે.  AMC Election 2021

મતદાન મથકની 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલ પર પ્રતિબંધ AMC Election 2021
મતદાનના દિવસે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોન, કોર્ડલેશ ફોન, વાયરલેસ જેવી વસ્તુઓનો ઉપયોગ નહીં કરી શકે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ, મતદાનના દિવસે મતદાન મથકોની આસપાસ ઉમેદવારોના ચૂંટણી પ્રચારથી મતદાતાઓને મુશ્કેલી પડી શકે છે. જેને પગલે મતદાન મથકની 200 મીટર ત્રિજ્યામાં કોઈ પણ ઉમેદવાર પોતાનું ટેબલ નહીં લગાવી શકે. જ્યારે 200 મીટરની બહાર માત્ર પ્રતિ ઉમેદવાર એક જ ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. જેમાં તડકાથી બચવા માટે છત્રી રાખી શકાશે, પરંતુ તેના પર પણ પાર્ટીના પ્રચાર સંદર્ભે કોઈ કન્ટેન્ટ ના હોવું જોઈએ. આટલું જ નહીં, અહીં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. AMC Election 2021

બીજી તરફ મતદાતા દ્વારા મતદાન માટે મતદારે લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોવી પડશે. જ્યારે મતદાતા દ્વારા મતદાન કર્યા બાદ મતદાન મથક પર ઉભા રહેવા પર રોક લગાવવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat