Gujarat Exclusive > દેશ-વિદેશ > UP: ફ્રિમાં ઓક્સિજન આપીને જીવ બચાવનાર સમાજસેવક પર પ્રશાસને કર્યો કેસ

UP: ફ્રિમાં ઓક્સિજન આપીને જીવ બચાવનાર સમાજસેવક પર પ્રશાસને કર્યો કેસ

0
78

દેશમાં કોરોના ત્રાસદી દરમિયાન ઓક્સિજન સંકટ દરમિયાન અનેક લોકોને ફ્રિ ઓક્સિજન આપીને જીવ બચાવનાર સમાજસેવક પર કેસ નોંધાવીને પ્રશાસન બેકફૂટ પર આવી ગયું છે. જૌનપુર જિલ્લા પ્રશાસને પોતાની ઈજ્જત જતી જોઈને દર્દીઓને ફ્રિમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવનાર સમાજસેવક વિક્કી અગ્રહરી વિરૂદ્ધ મહામારી એક્ટ હેઠળ અનેક કલમો લગાવીને કેસ નોંધાવી દીધો છે. કેસ મીડિયામાં વાયરલ થયા પછી સ્વાસ્થ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસનના હાથ-પગ ફૂલી ગયા હતા. જે પછી પ્રશાસન હવે આ કેસની તપાસ કરાવવાની વાત કરી રહી છે.

યૂપીના જૌનપુરમાં જિલ્લા હોસ્પિટલ બહાર ઓક્સિજનની અછતથી તડપતા દર્દીઓને વિક્કી અગ્રહરી દેવદૂત બનીને સામે આવ્યા છે. વિક્કી અગ્રહરીએ પોતાની તરફથી 29 એપ્રિલે જિલ્લા હોસ્પિટલ પરિસરમાં ઓક્સિજનની અછત સામે ઝઝૂમી રહેલા દર્દીઓને ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવ્યા હતા. લગભગ તેઓ 25થી 30 જેટલા દર્દીઓને ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવી ચૂક્યા હતા. તેમનું કહેવું છે કે, તેઓ પૈસા તો પાછળથી પણ કમાવી લઈશું પરંતુ કોરોનાના સંકટમાં લોકોની મદદ કરવા માંગે છે.

મરતા લોકો માટે દેવદૂત બનીને આવેલા વિક્કીની આ મદદ પ્રશાસનને પસંદ આવી નહીં અને જિલ્લા હોસ્પિટલના CMSના આવેદન પર પોલીસે વિક્કી વિરૂદ્ધ મહામારી અધિનિયમ 3 અને આઈપીસીની ધારા 188 અને 269 હેઠળ કેસ નોંધી લીધો છે. આ અંગે ઓક્સિજન સપ્લાઈ કરનાર વિક્કીએ જણાવ્યું કે, જિલ્લા હોસ્પિટલમાં અનેક દર્દીઓ ઓક્સિજનની અછતથી તડપી રહ્યાં હતા. તેઓ સતત આવી ઘટનાઓ પોતાની આંખો સામે જોઈ રહ્યાં હતા.

તેમને અનેક દર્દીઓને ફ્રિમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવી હતી. તેમનું કહેવું છે કે, ખબર નહીં કેમ જિલ્લા હોસ્પિટલના સીએમએસ અને પ્રશાસને આ વાત આપત્તિજનક લાગી ગઈ. પ્રશાસને તેમના ઉપર કેસ નોંધાવી દીધો. આ અંગે જિલ્લાધિકારી મનીષ કુમાર વર્માએ જણાવ્યં કે, આવો કેસ સંજ્ઞાનમાં આવ્યો છે અને તેની તપાસ કરાવવામાં આવી રહી છે. આ સંબંધમાં જે પણ ખોટું થયું હોવાનું સામે આવશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

કેવા દિવસો આવી ગયા છે, સરકાર મદદ કરી શકતી નથી અને બીજા લોકોને મદદ પણ કરવા દેતી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat