Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આદિવાસીઓની ગ્રાન્ટ ચ્યાંઉ કરી જતા નર્મદા જિલ્લાના ટ્રાઇબલ અધિકારીઓ

આદિવાસીઓની ગ્રાન્ટ ચ્યાંઉ કરી જતા નર્મદા જિલ્લાના ટ્રાઇબલ અધિકારીઓ

0
244
  • આદિવાસી યુવાનોની રોજગારીની ટ્રાઇબલની ગ્રાન્ટમાં ગેરરીતિ અને યુવાનો સાથે છેતરપિંડીનો આરોપ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નોકરીની આશાએ તાલીમ લીધા બાદ યુવાનો એક વર્ષથી ઠોકરો ખાય છે
  • સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગારી આપવાનો વાયદો કરી તાલીમ અપાવી પણ નોકરી આપી જ નહીં
  • એક વર્ષથી રઝળતા યુવાનોની જિલ્લા કલેટકરને રજૂઆત અને નોકરીની માંગ

વિશાલ મિસ્ત્રી રાજપીપળાઃ ભોળા આદિવાસીઓને રોજગારના નામે છેતરીને નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ પ્લાનના અધિકારીઓ તેમની ગ્રાન્ટ (adivasi-grant-narmada-distict)ચ્યાંઉ કરી ગયા છે. સ્થાનિક યુવાનોએ આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ પ્લાનના અધિકારીઓએ તેમના માટેની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરી તેમની સાથે છેતરપિંડી કરી છે.

સરકાર એકબાજુએ દાવો કરી રહી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રોજેક્ટ્સમાં સ્થાનિકોને જ રોજગાર આપવામા્ં આવશે અને તેણે દસ હજારથી વધુ લોકોને રોજગારી આપી હોવાનો દાવો કર્યો છે. જ્યારે 28 જેટલા સ્થાનિક યુવાનો સરકારે બતાવેલી એજન્સીમાં તાલીમ મેળવી હોવા છતાં પણ નોકરી અંગે એક વર્ષથી રઝળી રહ્યા છે. આ બેરોજગારોએ નર્મદા જિલ્લા કલેક્ટરને રોજગાર માટે રજૂઆત કરી હતી અને રોજગાર નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

આ પણ વાંચોઃ તાલુકા-જિલ્લા Panchayat Ellection બહિષ્કારની નર્મદાના આદિવાસીઓની ચીમકી

ટ્રાઇબલ સબ પ્લાન દ્વારા આદિવાસીઓને ગ્રાન્ટ (adivasi-grant-narmada-distict)વાપરીને આ 28 યુવાનોને આંધ્રપ્રદેશ ખાતે સિક્યોરિટી ગાર્ડની તાલીમ અપાવી સજ્જ કર્યા અને અધિકારીઓએ વચન આપ્યું હતું કે તાલીમ લઈને આવશો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કે બીજા કોઈપણ પ્રોજેક્ટમાં સિક્યોરિટીની નોકરી આપવામાં આવશે. હવે સવાલ એ છે કે ટ્રાઇબલ સબપ્લાન દ્વારા નક્કી કરવામાં આવેલી ટ્રેનિંગ એજન્સીનું સર્ટિફિકેટ માન્ય નથી તો પછી આ યુવાનોને ત્યાં તાલીમ માટે કેમ મોકલાયા. એક વર્ષની સઘન તાલીમ પછી પણ આ આદિવાસી યુવાનોને કોઈ નોકરી આપવા તૈયાર નથી.

તેમણે જણાવ્યું હતું કે તાલીમ લઈ આવ્યા બાદ નોકરી માટે અમારી કોઈ વાત જ સાંભળતુ નથી. અમારી તાલીમના સર્ટિફિકેટને અમાન્ય ગણવામાં આવી રહ્યુ છે. આ 28 યુવાનોએ અધિક જિલ્લા કલેક્ટર એચ.કે. વ્યાસને રજૂઆત કરી છે કે તેમની પાછળ ખર્ચાયેલા ટ્રાઇબલ વિભાગની ગ્રાન્ટના રૂપિયાની તપાસ થવી જોઈએ અને તાલીમ મેળવેલ તમામ યુવાનોને રોજગાર (adivasi-grant-narmada-distict) મળવો જોઈએ.

આ પણ વાંચોઃ મનસુખ વસાવાનો PMને પત્ર : નર્મદા ડેમ પાસેના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં

સ્થાનિક યુવાનોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ પ્લાનના અધિકારીઓ પર તેમની પાછળ વપરાયેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરી અમારી સાથે છેતરપિંડી કરી છે. નર્મદા ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ છેક આંધ્રમાં તાલીમ લઈ આવેતા નઘાતપોર ગામના સ્થાનિક યુવાન અમિત તડવીએ જણાવ્યું હતું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે.

ગરુડેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં રહેતા શિક્ષિત યુવાનોને આદિવાસીઓ તાલીમની ગ્રાન્ટથી 28 શિક્ષિત બેરોજગારો તરીકે પસંદ કરીને આંધ્રપ્રદેશની એક ખાનગી એજન્સી પાસે સિક્યોરિટી તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તાલીમ લઈ આવ્યા બદા નોકરીની કોઈ વાત જ સાંભળતુ નથી, એટલું જ નહી અમારા તાલીમ સર્ટિફિકેટને અમાન્ય ગણવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Narmada: બસોનો ટેક્સ માફ કરો; Bus owners એસોસિએશનની માંગ

આના લીધે અમને શંકા છે કે અમારા નામની આદિવાસીઓની ગ્રાન્ટનો ટ્રાઇબલ સબ પ્લાન વિભાગે દૂરુપયોગ કર્યો છે. આ અધિકારીઓએ ગેરરીતિ કરી છે અને તેની તપાસ થવી જોઈએ. તેની સાથે અમને સ્થાનિક કોઈ પ્રોજેક્ટમાં સિક્યુરિટીની નોકરી આપવામાં આવે. અમે એક વર્ષથી રખડી રહ્યા છે ત્યારે આદિવાસી વિભાગ અને તંત્રએ અમારી સાથે છેતરપિંડી કરી હોય તેમ લાગે છે.

જો અમને ન્યાય નહી મળે તો આંદોલન કરીશું.નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકો એક મોટું પ્રવાસન ધામ બની ગયો છે પરંતુ આજે પણ સ્થાનિક આદિવાસી શિક્ષિત યુવકો-યુવતીઓ બેરોજગાર છે. બહારના લોકો આવીને અહીંયા નોકરી કરે છે પરંતુ સ્થાનિકો નોકરી વગર રખડી રહ્યા છે.