વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામો આવી ગયા, ભાજપને સ્પષ્ટ બહુમતી પણ મળી ગઈ. ચૂંટણી પેહલા માહોલ એવો હતો કે, ગરુડેશ્વર તાલુકા પંચાયત અને એમાં આવતી તમામ જિલ્લા પંચાયત પર ભાજપની કારમી હાર થશે.એનું એક જ કારણ, એ વિસ્તારના આદિવાસીઓનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનો વિરોધ, પણ એ વિરોધ ખાળવા ભાજપે અપનાવેલી રણનીતિ કારગર સાબિત થઈ હોય એમ લાગે છે. Statue Of Unity
ભાજપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનો વિરોધ કરી રહેલા સંગઠનના આગેવાનને જ કેવડિયા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર બનાવ્યો અને ભાજપના ઉમેદવારે જીત મેળવી સૌને ચોંકાવી દીધા છે, ત્યારે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનો વિરોધ થમી જશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. Statue Of Unity
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને કેવડિયા સત્તા મંડળનો સ્થાનિક આદિવાસીઓ દ્વારા ઘણા વખતથી વિરોધ કરાઈ રહ્યો હતો. સ્થાનિકોને રોજગારીના મુદ્દે અને નિગમની જગ્યામાં ફેન્સિંગના વિરોધમાં સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર વચ્ચે ઘણી વાર ઘર્ષણ પણ થતું હતું. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હતી. Statue Of Unity
ચૂંટણી પહેલા નર્મદા જિલ્લા ભાજપ સંગઠને રણનીતિના ભાગ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને કેવડિયા સત્તા મંડળ વિરુદ્ધ થતા આંદોલનના આગેવાન એવા દિનેશ તડવીને જ કેવડીયા જિલ્લા પંચાયત બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યા, પરિણામ પણ ચોંકાવનારું આવ્યું દિનેશ તડવી કેવડીયા બેઠક જીતી ગયા.
એટલે એમ કહી શકાય કે, નર્મદા જિલ્લા ભાજપે અપનાવેલી રણનીતિ કારગર સાબિત થઈ, આંદોલનના આગેવાન જ હવે સરકારનો હિસ્સો બની જતા આગામી સમયમાં આદિવાસીઓનું એ આંદોલન પણ થમી જ જશે. આ સાથે ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લેહેરાયો. નર્મદા જિલ્લા ભાજપે અપનાવેલી આ રણનીતિથી જિલ્લા અને તાલુકામાં ભાજપને બહુમતી તો મળી જ ગઈ પણ ભવિષ્યમાં યોજાનારી નાંદોદ વિધાનસભા બેઠકની જીત પણ પાક્કી થઈ ગઈ છે. આમ ભાજપે એક તીરથી બે શિકાર કર્યા છે એમ જરૂર કહી શકાય.
આ પણ વાંચો: ફારુખ અબ્દુલ્લા વિરુદ્ધ નહીં ચાલે દેશદ્રોહનો કેસ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી Statue Of Unity
ચૂંટણી પેહલા ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ઘણો વિવાદ થયો હતો. જો કે ભાજપના સ્ટાર પ્રચારક કહી શકાય એવા સાંસદ મનસુખ વસાવાએ દિવસ રાત એક કરી નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સભાઓ કરી ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે સમજ આપી. એના ફળ સ્વરૂપે નર્મદા જિલ્લામાંથી BTP અને કોંગ્રેસનો સફાયો થયો અને જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીની સૌથી વધુ 19 બેઠકો પર ભાજપને જીત પણ મળી.
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીની સેમી ફાઇનલમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી વિધાનસભાની ફાયનલ મેચ જીતવાની આશાને જીવંત કરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા એમ બન્નેવ બેઠકો ભાજપે ગુમાવવી પડી હતી. Statue Of Unity
તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું કે, કેવડિયા બચાવો આંદોલન 14 ગામો ચાલતું હતું. જેમાંથી ગભાણા- કોઠી- ભુમલીયાને લીધે ભાજપ આમદલા તાલુકા પંચાયત સીટ હાર્યું. Statue Of Unity
વાગડીયા, ગોરા, લીમડી, નવાગામ, બારફળિયા ગામોને લીધે ભાજપે ગોરા તાલુકા પંચાયત સીટ ગુમાવી.નાના પીપરીયા, મોટા પીપરીયા, ઈન્દ્વવાણા, બોરીયા, વસંતપુરા ગામોને લીધે ભાજપે ફુલવાડી તાલુકા પંચાયત અને ગરુડેશ્વર જિલ્લા પંચાયત સીટ ગુમાવી પડી છે જે સીટો ગત ચુંટણીમા ભાજપ જીતી હતી.
14 ગામોમા હાલ જે ગામોમા કેવડિયા બચાવો આંદોલન ચાલે છે તે ગામોમાં માંથી ભાજપને સરેરાશ માત્ર 10 % જ વોટ મળ્યા છે.જેના મતલબ એ છે કે ભાજપને આ 14 ગામોએ જાકારો આપ્યો જ છે, પરંતુ BTP -કોંગ્રેસની લડાઈમા ભાજપ કેવડિયા સીટ પર જીતી ગયું બાકી બીજે બધે આંદોલનના ગામોમા ભાજપ હાર્યું જ છે.