Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સુરેન્દ્રનગર: ડમ્પરની અડફેટે બાઈક ચાલક યુવકનું મોત

સુરેન્દ્રનગર: ડમ્પરની અડફેટે બાઈક ચાલક યુવકનું મોત

0
247

સુરેન્દ્રનગર: ભરાડા ગામમાં માતાજીના માંડવા બાદ ખાંભડા રોકાયેલો યુવક બાઇક લઇને પરત વઢવાણ ફરી રહ્યો હતો. ત્યારે રાજસીતાપુરથી એક કિમી દૂર ડમ્પરની ટક્કર લાગતા યુવાનનું ઘટના સ્થળે મોત થતા દિકરાની લાશ ઘરે આવતા માતા સાથે પરિવાર હૈયાફાટ રૂદન સાથે શોકમગ્ન બની ગયો હતો.

10 ડિસેમ્બરના રોજ બાઇક લઇને વઢવાણ અનિલભાઈ પરત ફરતા હતા. સુરેન્દ્રનગર તરફ આવતા રાજસીતાપુરથી એક કિમી દૂર બેટરીના કારખાના પાસે પૂરપાટ આવી રહેલા ડમ્પરે બાઇક સાથે અકસ્માત કરતા ઘટના સ્થળે જ અનિલભાઈ મોહનભાઈ બારોટનું કમકમાટીભર્યુ મોત થયુ હતું. ડમ્પરનો ચાલક ડમ્પર ઉભી રાખીને ભાગી ગયો હતો. મોડી રાત્રે દિકરાની લાશ ઘરે આવતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ બનાવમાં કાળુભાઈ બારોટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એન.એલ.સાંખટ ચલાવી રહ્યાં છે.

મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામના અને હાલ હળવદ રહેતા કાળુભાઈ ગાંડાભાઈ બારોટ તે અનિલના મામા થાય છે. આ મામા-ભાણેજ સાથે જ માંડવામાં ગયા હતા. ત્યારબાદ કાળુભાઈના કાકાને ત્યાં ખાંભડા રાત્રિ રોકાયા હતા. અને ત્યાંથી સાંજના પાંચેક વાગે અલગ અલગ બાઇક લઇને બંને સાથે જ વઢવાણ આવી રહ્યાં હતા. પરંતુ અકસ્માત થતા મામાની નજર સામે ભાણાનું મોત થયુ હતુ.

સ્ટેચ્યૂ ખાતે વિકાસ યોગ્ય છે, પરંતુ પ્રવાસનની આડમાં દારૂબંધી હટાવતા નહીંઃ કોંગ્રેસ