Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > SVP હોસ્પિટલમાં 300 બેડ વધારવામાં આવશે: રાજીવ ગુપ્તા

SVP હોસ્પિટલમાં 300 બેડ વધારવામાં આવશે: રાજીવ ગુપ્તા

0
57

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા દ્વારા 108 એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા દ્વારા પ્રેસ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1300 બેડનો વધારો કરવામાં આવ્યો છે તેમજ આગામી દિવસોમાં SVP માં 300 બેડનો પણ વધારો કરવામાં આવશે. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજુ વધુ બેડ વધારવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાએ ગુજરાતને વધુ ભીંસમાં લીધું, કરફ્યૂ લાદવા છતા કેસોમાં વધારો

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે હવે 108ની 63એમ્બ્યુલન્સ વાન કોરોના માટે ફાળવવામાં આવી છે, જેને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે 20 એમ્બ્યુલન્સ 108 દ્વારા ફાળવવામાં આવી હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા જરૂર જણાતા 20 એમ્બ્યુલન્સ વધારીને 40 એમ્બ્યુલન્સ કરવામાં આવી હતી.

હવે તા પણ વધારો કરવામાં આવ્યો છે અને આજથી 108 ની 63 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત રહેશે. આ ઉપરાંત ડોર ટુ ડોર ઓ.પી.ડી માટેની 104 મોબાઈલ વાન પણ વધારો કરવામાં આવે છે. આજથી 104 એમ્બ્યુલન્સનો 160 મોબાઈલ વાન કાર્યરત થશે. તેમજ આગામી બે દિવસમાં તેને વધારીને 225 સુધી કરવામાં આવશે. પૂર્વ વિસ્તારના દર્દીઓને કરમસદ હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવે છે કરમસદ હોસ્પિટલમાં 100 બેડ વધારવામાં આવ્યા છે.

કોરોનાએ ગુજરાતને વધુ ભીંસમાં લીધું

રાજયમાં છેલ્લા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ છેલ્લા 24 કલાકમાં 1515 કોરોનાના કેસ સામે આવ્યા છે. જયારે 9 લોકોના મોત થતા મૃત્યું આક 3846 પહોંચ્યો છે. 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોનાનો કુલ આંકડો 1,95,917એ આવી પહોંચ્યો છે.