Gujarat Exclusive > દેશ-વિદેશ > જુલાઇ મહિના સુધી વેક્સીનની અછત જોવા મળશે- અદાર પૂનાવાલા

જુલાઇ મહિના સુધી વેક્સીનની અછત જોવા મળશે- અદાર પૂનાવાલા

0
52

નવી દિલ્હી: દેશમાં વધતા કોરોના સંકટ વચ્ચે રાજ્યોમાં વેક્સીનની અછત જોવા મળી રહી છે. 1 મેથી 18થી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ માત્ર 16 લાખની ડોઝ જ આપવામાં આવી છે. કેટલાક રાજ્ય પહેલા જ કહી ચુક્યા હતા કે તેમની પાસે 18-44 વર્ષની વય માટે તમામ વેક્સીન નથી. બીજી તરફ સીરમ ઇંસ્ટીટ્યૂટ (SII)ના સીઇઓ અદાર પૂનાવાલાનું કહેવુ છે કે વેક્સીનની અછત જુલાઇ સુધી જોવા મળી શકે છે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, અદાર પૂનાવાલાએ કહ્યુ છે કે વેક્સીન પ્રોડક્શન જુલાઇમાં વધવાની આશા છે. પૂનાવાલાનું કહેવુ છે કે પ્રોડક્શન એક મહિનામાં 6-8 કરોડ ડોઝની જગ્યાએ આશરે 10 કરોડ ડોઝ થવાની સંભાવના છે.

નેતાઓએ SIIને બદનામ કરી

અદાર પૂનાવાલાએ ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે વાતચીતમાં પોતાની કંપનીનો બચાવ કર્યો હતો. પૂનાવાલાએ કહ્યુ કે SIIને વેક્સીનની અછતને લઇને નેતાઓ અને ટિકાકારોએ બદનામ કરી છે. પૂનાવાલાએ કહ્યુ કે, મને ઘણો હેરાન કરવામાં આવ્યો, અમે પહેલા ક્ષમતા એટલા માટે નથી વધારી કારણ કે તેની માટે કોઇ આદેશ નહતો. અમને નહતું લાગ્યુ કે અમારે એક વર્ષમાં 100 કરોડથી વધુ ડોઝ જોઇતા હશે.

કોરોનાની બીજી લહેર પર પૂનાવાલાએ શું કહ્યુ?

દેશ આ સમયે કોરોનાની બીજી લહેર સામે ઝઝુમી રહ્યો છે. સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. મોતની સંખ્યા પણ વધતી જઇ રહી છે. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારની ટિકા થઇ રહી છે માટે તે તેની માટે તૈયાર નહતી.

આ પણ વાંચો: સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાને ભારતમાં પાવરફૂલ લોકો તરફથી મળી રહી છે ધમકીઓ

અદાર પૂનાવાલાનું કહેવુ છે કે જ્યારે જાન્યુઆરીમાં નવા સંક્રમણના કેસ ઓછા થઇ ગયા તો ઓથોરિટીઝને બીજી લહેરની આશંકા નહતી. પૂનાવાલાએ કહ્યુ, તમામને એમ જ લાગ્યુ હતું કે ભારત હવે મહામારીમાંથી બહાર આવી જશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat