Gujarat Exclusive > દેશ-વિદેશ > અદાર પૂનાવાલાની SII બ્રિટનમાં કરશે 2500 કરોડ રૂપિયાનું રોકાણ, વેક્સીન પણ બનાવશે

અદાર પૂનાવાલાની SII બ્રિટનમાં કરશે 2500 કરોડ રૂપિયાનું રોકાણ, વેક્સીન પણ બનાવશે

0
33

લંડન: વેક્સીન બનાવતી સીરમ ઇંસ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બ્રિટનમાં આશરે 2500 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. બ્રિટનના પીએમ બોરિસ જોનસને સોમવારે તેની જાણકારી આપી છે કે ભવિષ્યમાં સીરમ ઇંસ્ટીટ્યૂટ યુકેમાં વેક્સીન પણ બનાવી શકે છે. મહત્વપૂર્ણ છે કે મંગળવારે પીએમ મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની વર્ચુઅલ મીટિંગ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે.

પીએમ બોરિસ જોનસનના કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યુ કે 240 મિલિયન પાઉન્ડ (2460 કરોડ રૂપિયા)ના પ્રોજેક્ટમાં ક્લિનિકલ ટ્રાયલ, રિસર્સ અને વેક્સીન નિર્માણ પણ સામેલ થઇ શકે છે.

સીરમ ઇંસ્ટીટ્યૂટ માત્રાના હિસાબથી વિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. આ સિવાય તે ઓછી કિંમત ધરાવતી એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવનારી કંપનીમાં સૌથી આગળ છે.

SIIએ યુકેમાં કોરોના વાયરસની એક ડોઝ નેઝલ વેક્સીનના પ્રથમ તબક્કાનું ટ્રાયલ પણ શરૂ કરી દીધુ છે. ડાઉનિંગ સ્ટ્રીટના નિવેદન અનુસાર SIIની આ યોજના ભારત સાથે એક અબજ ડોલરના વ્યાપારની સમજૂતિનો ભાગ છે અને તેનાથી આશરે 6 હજાર 500 નોકરીઓ ઉભી થશે.

સીરમ ઇંસ્ટીટ્યૂટ દર મહિને કોરોના વેક્સીનના 6થી 7 કરોડ ડોઝ બનાવે છે. કંપનીનું લક્ષ્ય જુલાઇ સુધી તેને વધારીને 10 કરોડ સુધી લઇ જવાનું છે.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે પીએમ જોનસને પોતાનો ભારત પ્રવાસ રદ કરવો પડ્યો હતો. તે એપ્રિલમાં ભારત આવવાના હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat