Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અમેરિકી બજારે મ્યાંમારની સેના સાથે વેપારી સંબંધોને લઇ અદાણી પોર્ટને ઇન્ડેક્સમાંથી બહાર કર્યું

અમેરિકી બજારે મ્યાંમારની સેના સાથે વેપારી સંબંધોને લઇ અદાણી પોર્ટને ઇન્ડેક્સમાંથી બહાર કર્યું

0
48

સોમવારના મોટા કડાકા બાદ મંગળવારે સેન્સેક્સ 225 પોઇન્ટ, નિફ્ટી પણ સુધર્યો

નવી દિલ્હીઃ અમેરિકી શેરબજારે અદાણી પોર્ટને ઇન્ડેક્સમાંથી બહાર (Adani Port Out Dow Jones) કરી દીધું. મ્યાંમારની સેના સાથે વેપારિક સંબંધોનો આરોપ લગાવી આ પગલું લેવામાં આવ્યું છે. બીજી બાજુ સોમવારે 1700થી વધુ પોઇન્ટના કડાકા બાદ સેન્સેક્સમાં મંગળવારે 224 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો. કારોબારના અંતે નિફ્ટી પણ 78 પોઇન્ટ સુધર્યો હતો.

સોમવારે અદાણી ગ્રુપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોનિક ઝોન (APSEZ)ને અમેરિકી બજાર S&P ડાઉજોન્સે આંચકો આપ્યો. એસ એન્ડપીએ એપસેઝને પોતાના સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સની બહાર કરી દીધું. S&P ડાઉજોન્સે કહ્યું કે અદાણી પોર્ટના મ્યાંમારની સેના સાથે બિઝનેસ સંબંધ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે 15 એપ્રિલથી લાગુ થશે.

આ પણ વાંચોઃ સેન્સેક્સ 1700 પોઇન્ટ પટકાયોઃ બે મહિના પછી 48000ની સપાટી નીચે બંધ

અદાણી પોર્ટ મ્યાંમારના યાંગોનમાં પોર્ટ બનાવે છે

નોંધનીય છે કે અદાણી ગ્રુપની કંપની APSEZ મ્યાંમારના યાંગોનમાં પોર્ટ બનાવી રહી છે. જેનો ખર્ચ સરેરાશ 290 મિલિયન ડોલર (આશરે 2100 કરોડ રુપિયા) છે. આ પોર્ટ માટે મ્યાંમાર ઇકોનોમિક કોર્પોરેશન (MEC)એ ભાડાની જમીન આપી છે. એમઇસીને ત્યાંની સેનાનું સમર્થન છે. Adani Port Out Dow Jones

મ્યાંમારમાં સેનાએ 1 ફેબ્રુઆરીએ તખતો પલટી નાંખ્યો. ત્યારથી ત્યાં સેના વિરોધી દેખાવો થઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધી 700થી વધુ દેખાવકારોની સેનાએ હત્યા કરી નાંખી. અમેરિકા સહિત ઘણા દેશો વિરોધ કરી રહ્યા છે. અને માનવઅધિકારના ઉલ્લંઘનનો આરોપ થઇ રહ્યો છે.

સેન્સેક્સમાં સામેલ 30માંથી 22 શેરમાં તેજી

દરમિયાન વેપારના બીજા દિવસે મંગળવારે શેરબજાર તેજી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 224 પોઈન્ટ વધીને 48,108 અને નિફ્ટી 78 પોઈન્ટ વધીને 14,389ની સપાટી પર પહોંચ્યા હતા. સેન્સેક્સમાં સામેલ 30માંથી 22 શેરોમાં તેજી જોવા મળી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધારે 6% ઉપર વેપાર કરી રહ્યા છે.

આ પહેલાં સોમવારે કોરોના અને લોકડાઉનના ડરના કારણે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1707 પોઈન્ટના ઘટાડા સાથે 47,883ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 524 પોઈન્ટ ઘટીને 14,310ની સપાટી પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સામેલ 30માંથી 29 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. Adani Port Out Dow Jones

આ પણ વાંચોઃ દેશના ગરીબોને કેવી રીતે લૂંટી રહી છે મોટી બેંકો? SBIએ ઝીરો બેલેન્સ ખાતા ધારકો પાસેથી ₹ 300 કરોડ વસૂલ્યા

રોકાણકારો સૌથી વધારે ખરીદી ઓટો સેક્ટરમાં કરી રહ્યા છે. NSE પર ઈન્ડેક્સ 2.6 ટકા ઉપર 9664 પર વેપાર કરતો હતો. આ જ પ્રમાણે બેન્કિંગ અને મેટલ શેરોમાં પણ આજે ખરીદી જોવા મળી હતી. બીએસઈ પર 2,852 શેરોમાં વેપાર કરી રહ્યો છે. 1642 શેરમાં વધારો અને 1046 શેરો ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 201.68 લાખ કરોડ થઈ ગઈ છે. જે ગઈ કાલે 200.85 લાખ કરોડ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat