નવી દિલ્હી: અદાણી ગ્રુપને અમેરિકન શેર બજારમાંથી ઝટકો લાગ્યો છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝને ડાઓ જોન્સ સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 7 ફેબ્રુઆરી 2023થી અદાણી એન્ટરપ્રાઇઝ આ ઇન્ડેક્સમાં ટ્રેડ નહી કરે. અમેરિકન શેર બજારે પોતાના ઇન્ડેક્સમાં આ બદલાવ કરવાની જાણકારી આપી છે.
Advertisement
Advertisement
અદાણી એન્ટરપ્રાઇઝેઝને S&P Dow Jones Sustainability ઇન્ડેક્સમાંથી હટાવવા પર ઇન્ડેક્સ જાહેરાતમાં કહેવામાં આવ્યુ કે અદાણી એન્ટરપ્રાઇઝને ડાઓ જોન્સ સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી હટાવવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યુ કે સ્ટૉકમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રૉડના આરોપો બાદ ઇન્ડેક્સમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. S&P Dow Jones 7 ફેબ્રુઆરી 2023થી પોતાના સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાં બદલાવ કરવા જઇ રહ્યુ છે. Dow Jonesનો આ નિર્ણય હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડા બાદ આવ્યો છે.
આ પહેલા ગુરૂવારે નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ અદાણી ગ્રુપની 3 કંપનીઓને એડિશનલ સર્વિલાન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM) એટલે કે એએસએમમાં નાખવાનો નિર્ણય કર્યો હતો. અદાણી ગ્રુપની આ 3 કંપનીમાં અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Entgerprises), અદાણી પોર્ટ અને અંબુજા સીમેન્ટને સામેલ કરવામાં આવી છે. એએસએમમાં નાખવાનો અર્થ આ છે કે ઇંટ્રાડે ટ્રેડિંગ માટે પણ 100 ટકા અપફ્રંટ માર્જિનની જરૂર પડશે, જેનાથી શોર્ટ સેલિંગ પર અંકુશ લાગી શકશે. નેશનલ સ્ટૉક એક્સચેન્જ શેરમાં અદાણી ગ્રુપના શેરમાં ઉતાર ચઢાવને ઓછુ કરવા માટે લેવામાં આવ્યો છે પરંતુ શુક્રવારે પણ શેરમાં ભારે ઘટાડા સાથે વેપાર કરી રહ્યુ છે.
શુક્રવારે ટ્રેડિંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઇઝેઝ 35 ટકાના ઇંટ્રાડે ઘટાડા સાથે 1017 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યુ છે. અદાણી ગ્રીન એનર્જી 10 ટકા, અદાણી પોર્ટ્સ 11 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા, અદામી ટ્રાન્સમિશન 10 ટકા, અદાણી વિલ્મર 5 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યુ છે.
અદાણી ફૉર્બ્સની યાદીમાં ટોપ-20માંથી બહાર થયા
ગૌતમ અદાણીની હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ મુશ્કેલી વધી ગઇ છે. ફૉર્બ્સની યાદીમાં ગૌતમ અદાણી સતત નીચે જઇ રહ્યા છે. ગૌતમ અદાણી હવે સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં ટોપ-20માંથી પણ બહાર થઇ ગયા છે. ગૌતમ અદાણી ટોપ-22માં પહોચી ગયા છે. અદાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થ એક જ દિવસમાં 10 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. અદાણીની નેટવર્થ હવે 55.7 બિલિયન ડૉલર છે.
Advertisement