નવી દિલ્હી: ગૌતમ અદાણીનું Adani Group દેશનું સૌથી મોટુ વેલ્યુએબલ બિઝનેસ ગ્રુપ બની ગયુ છે. અદાણી ગ્રુપની માર્કેટ કેપ 22.25 લાખ કરોડ રૂપિયા એટલે કે આશરે 260 અબજ ડૉલર પહોચી ગયુ છે. અદાણી ગ્રુપે 154 વર્ષ જૂના ટાટા ગ્રુપને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. બજાર બંધ થયા બાદ ટાટા ગ્રુપના તમામ ફર્મોનું કુલ માર્કેટ કેપ 20.81 લાખ કરોડ રૂપિયા હતુ. મહત્વપૂર્ણ છે કે ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના રિચેસ્ટ માણસ બની ગયા છે. હવે એલન મસ્ક જ અદાણી કરતા આગળ છે.
Advertisement
Advertisement
Adani Groupની 9 લિસ્ટેડ ફર્મોએ કુલ મળીને 40,000 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ગુમાવી દીધુ છે, જ્યારે ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં લગભગ 60,000 કરોડનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણીની આગેવાની ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 17.07 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાન પર છે.
3 વર્ષથી ઓછા સમયમાં Adani Groupની સાત લિસ્ટેડ કંપનીઓએ રોકાણની સંપત્તિમાં 18.7 લાખ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. બીજી તરફ 2019ના અંતમાં આ કંપનીઓનો કુલ માર્કેટ કેપ બે લાખ કરોડ રૂપિયા હતુ. તે બાદ દર મહિને લગભગ 56,700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સિવાય ટાટા ગ્રુપે 9 લાખ કરોડ રૂપિયા અને રિલાયન્સે 7.4 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અંબુજા સીમેન્ટ અને એસીસીનું અધિગ્રહણ પુરા થયા બાદથી જ અદાણી ગ્રુપને ટાટા ગ્રુપથી આગળ નીકળવામાં મદદ કરી હતી. આ બે કંપનીઓના અધિગ્રહણ બાદ અદાણી ગ્રુપની કુલ માર્કેટ કેપ 22.25 લાખ કરોડ રૂપિયા કરી છે. ACC અને અંબુજા સીમેન્ટને છોડીને અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં આ વર્ષે લગભગ 10.16 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ સમય દરમિયાન, ટાટા ગ્રુપને પોતાની મુખ્ય કંપનીના રૂપમાં માર્કેટ કેપમાં 2.57 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
ફોર્બ્સની રીયલ-ટાઇમ અબજપતિઓની યાદી અનુસાર, Adani Groupના અધ્યક્ષ ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા બાદ એમેઝોનના જેફ બેજોસને પાછળ છોડી દીધા છે પરંતુ Adani Groupના શેરમાં વેચાણ બાદ શુક્રવારે LVMHના સંસ્થાપક બર્નાર્ડ અરનૉલ્ટ અને પરિવારે યાદીમાં બીજુ સ્થાન મેળવ્યુ છે.
બીજી તરફ આ રિપોર્ટ અનુસાર, ટેસ્લાના એલન મસ્ક 269.1 બિલિયન ડૉલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી અમીર છે. ફ્રાંસીસી બિઝનેસ બર્નાર્ડ અરનૉર્લ્ટની કિંમત 153.9 બિલિયન ડૉલર અને ગૌતમ અદાણી અને પરિવારની કિંમત 152.2 બિલિયન ડૉલર છે.
Advertisement