Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સરકારની ખાનગીકરણ યોજનાને ફટકો, અદાણી જૂથ એરપોર્ટનું સંચાલન કરવા અસમર્થતા દાખવી

સરકારની ખાનગીકરણ યોજનાને ફટકો, અદાણી જૂથ એરપોર્ટનું સંચાલન કરવા અસમર્થતા દાખવી

0
469

ગત વર્ષે મોટી બોલી લગાવી અદાણી જૂથે જે ત્રણ એરપોર્ટને પોતાના નામે કર્યો હતો, તેને પોતાના હાથમાં લેવા અંગેની અસમર્થતા વ્યક્ત કરી છે. તેનાથી સરકારની ખાનગીકરણ યોજનાને ફટકો પડ્યો છે. જૂથે અમદાવાદ, લખનઉ અને મંગલુરૂ એરપોર્ટ પોતાના હાથમાં લેવા માટે ઓછામાં ઓછા 6 મહિનાનો સમય માંગ્યો છે. આ માટે જૂથે કોરોના વાયરસ મહામારીને કારણે ઉડ્ડયન ક્ષેત્રે ચાલી રહેલી અનિશ્ચિતતાને જવાબદાર ગણાવી છે.

CNBC-TV 18ના અહેવાલ મુજબ જૂથ સરકાર પાસેથી માંગ કરી રહ્યો છે કે, અમદાવાદ, લખનઉં અને મેંગલુરુના ત્રણ એરપોર્ટ માટે ટેક ઓવરની ડેડલાઇન વધારે. નોંધનીય છે કે, એરપોર્ટ ઓથોરિટીએ 2019માં 6 એરપોર્ટ માટે બોલી મંગાવી હતી જેમાં અદાણી જૂથે સૌથી મોટી બોલી લગાવી હતી. જો કે, યુનિયન કેબિનેટ હજી ત્રણ એરપોર્ટ જયપુર-ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીની બોલીને મંજૂરી આપી નથી.

અદાણી ગ્રુપે ફેબ્રુઆરી 2020માં ત્રણ એરપોર્ટના ઓપરેશન્સ, ડેવલોપમેન્ટ અને મેન્ટેનન્સના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, અદાણી જૂથને 6 મહિનાની અંદર આ ત્રણેય એરપોર્ટ- અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉંને ટેકઓવર કરવો જરૂરી હતો. સૂત્ર દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે લોકડાઉનના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ છે. તેથી અદાણી જૂથ ટેકઓવરની ડેડલાઇન વધારવા માંગે છે. જો કે, કેટલાક સૂત્રો જણાવી રહ્યા છે કે, અદાણી જૂથ અત્યારે પણ બધા 6 એરપોર્ટ મેળવવા માંગે છે. એરપોર્ટ ઓથોરિટી અને બે રાઉન્ડમાં એરપોર્ટના પ્રાઇવેટાઇજેશન માટે બોલિ બોલાવવાની યોજના બનાવી રહ્યો છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરી