Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: અદાણી વિદ્યા મંદિર સ્કૂલના કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ થશે

અમદાવાદ: અદાણી વિદ્યા મંદિર સ્કૂલના કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ થશે

0
32

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ભારે તબાહી મચાવી રહી છે. એમાંય અમદાવાદમાં કોરોનાનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. પ્રતિદિન નવા નોંધાઈ રહેલા કેસોનો આંકડો જૂનો રેકોર્ડ તોડી રહ્યો છે. આટલું જ નહીં મરણનો આંકડો પણ સતત વધી રહ્યો છે, ત્યારે કોરોના સામેની જંગમાં અદાણી ગ્રુપ આગળ આવ્યું છે. જેમાં અદાણી વિદ્યામંદ્રિ સ્કૂલ કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. Adani Covid Care

આ અંગે અદાણી ગ્રુપે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શહેરના મકરબા વિસ્તારમાં આવેલી અદાણી વિદ્યા મંદિરના કેમ્પસને સપોર્ટિક કોવિડ કેર સેન્ટરમાં ફેલવવામાં આવશે. જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે.

આ પણ વાંચો:  શું મોદી સરકારે કોઈ તૈયારી વિના જ વૅક્સિનેશનના ત્રીજા તબક્કાનું એલાન કરી દીધુ? Adani Covid Care

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે, અમદાવાદમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસોને પગલે સરકારી અને ખાનગી આરોગ્ય માળખા પરનું ભારણ ઘટે તે હેતુથી અદાણી વિદ્યા મંદિર કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં અદાણી ગ્રુપ કેવી રીતે મદદરૂપ થઈ શકે? એવી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે બેડ, પોષણયુક્ત આહાર અને તબીબી દેખરેખની વ્યવસ્થા રહશે. જ્યારે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે મેડિકલ ઑક્સિજન માટેની સગવડ પર કરવામાં આવશે. Adani Covid Care

જણાવી દઈએ કે, અગાઉ અદાણી ગ્રુપે નોઈડામાં કોરોના દર્દીઓની મદદ કરવાના ભાગરૂપે 300 ડી-ટાઈપ ઑક્સિજન સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. જેંમાથી લગભગ 100 જેટલા સિલિન્ડરો નોઈડા પહોંચી ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat