ગાંધીનગર: ગુજરાતમાં CNGના ભાવ ભડકે બળી રહ્યા છે. ફરી એક વખત જનતાના માથે CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ એક રૂપિયાનો વધારો કર્યો છે. અદાણી CNGનો જૂનો ભાવ 79.34 રૂપિયા હતો જે હવે વધીને 80.34 પર પહોચ્યો છે, ત્યારે વધુ એક વાર મોંઘવારીનો માર લોકો પર ઝીકાયો છે.
Advertisement
Advertisement
નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કર્યો છે, જેથી આજથી વાહન ચાલકોને એક કિલો CNGના ગેસ માટે 80.34 રૂપિયા ચુકવવા પડશે.
અમદાવાદમાં ડીઝલની નજીક પહોચ્યા CNGના ભાવ
ડીઝલ કરતા હવે CNGના ભાવ માત્ર 12 રૂપિયા જ ઓછા છે. અમદાવાદમાં 92.26 રૂપિયા લિટરે ડીઝલ વેચાઇ રહ્યુ છે જ્યારે પેટ્રોલના ભાવ 96.52 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાત ગેસે પણ પ્રતિ કિલોએ 3.20નો વધારો કર્યો હતો
4 જાન્યુઆરીએ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં 3.20 રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો કરતા લાગતુ હતુ કે અદાણી પણ હવે CNG ગેસના ભાવમાં વધારો કરી શકે છે. ગુજરાત ગેસ અને અદાણી ગેસ વચ્ચે ભાવ વધારાની હરિફાઇ ચાલતી હોય છે જેમાં આમ જનતાએ મોંઘવારીમાં પીસાવાનો વારો આવે છે.
Advertisement