મુંબઇ: લિજેન્ડરી એક્ટર વિક્રમ ગોખલેનું 82 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. એક્ટરે પૂણે સ્થિત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પૂણેના વૈકુંઠ ક્રેમેટોરિયમમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. થોડા સમયથી સમાચાર આવતા હતા કે એક્ટર પૂણે સ્થિત દીનાનાથ હોસ્પિટલમાં દાખલ હતા, તેમની સારવાર ચાલતી હતી. સ્થિતિ થોડી નાજુક હતી.જોકે, ડૉક્ટર્સ તેમણે રિવાઇવ કરવાનો પુરો પ્રયાસ કરી રહ્યા હતા.
કોણ છે વિક્રમ ગોખલે?
એક્ટરના કરિયરની વાત કરવામાં આવે તો વિક્રમ ગોખલેએ બૉલિવૂડને કેટલીક હિટ ફિલ્મ આપી છે. લિજેન્ડર એક્ટરે માત્ર 26 વર્ષની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. 1971માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. પ્રથમ ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે તેમણે કરી હતી.
વિક્રમ ગોખલેએ બ્લૉકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં પણ એક્ટિંગ કરી હતી. ફિલ્મમાં વિક્રમ ગોખલેએ એશ્વર્યા રાયના પિતાનો રોલ કર્યો હતો. તે પછી ખુદા ગવાહ, અગ્નિપથમાં પણ તેમની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી. ઘર ઘરમાં તેમણે ઓળખ બનાવી હતી.