Gujarat Exclusive > રાજનીતિ > વોટિંગ કરવા માટે મોગા ગયેલા એક્ટર સોનુ સુદની કાર જપ્ત કરાઈ, જાણો કોણે અને કેમ કરી જપ્ત

વોટિંગ કરવા માટે મોગા ગયેલા એક્ટર સોનુ સુદની કાર જપ્ત કરાઈ, જાણો કોણે અને કેમ કરી જપ્ત

0
1

પંજાબમાં આજ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આ મતદાન પ્રક્રિયામાં વોટિંગ કરવા માટે સોનુ સુદ પણ પહોચ્યો હતો કેમ કે, સોનુ સુદની બહેન માલવિકા સુદ મોગાથી કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

અકળાઈ દળે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, સોનુ ગામોમાં ફરી રહ્યા છે. એક સેલિબ્રીટી હોવાના કારણે તેમનું આ પ્રમાણે ફરવુ એ વોટર્સને કોંગ્રેસ તરફ પ્રભાવિત કરી શકે છે માટે ચૂંટણી આયોગે સોનુની ગાડીને જપ્ત કરી છે. તેવું જાણવા મળ્યું હતું.

સોનુએ પણ ટ્વીટ કરી જાણકારી અપાઈ હતી કે, મોગા જીલ્લામાં બહારના લોકો .તદાં કરે છે. આમ અન્ય લોકોનો મતદાન કરવાનો આરોપ લગાવ્યો છે અને ચૂંટણી પંચને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. મતગણતરી 10 માર્ચના રોજ યોજાશે. પંજાબમાં 14684 ચૂંટણી સ્થળો પર 24,740 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. પંજાબની 117 બેઠક પર કુલ 1,340 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પંજાબમાં મતદાન અગાઉ ખાલિસ્તાની કનેક્શનને લઈ ભારે વિવાદ થયેલો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat