Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લા તંત્ર દ્વારા કોરોના સામે લડવા બનાવાયા આ એક્સન પ્લાન

નર્મદા જિલ્લા તંત્ર દ્વારા કોરોના સામે લડવા બનાવાયા આ એક્સન પ્લાન

0
929

 

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. કોરોના સામે લડવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ એક્સન પ્લાન બનાવાયા છે, 21 દિવસના લોકડાઉનને જિલ્લા પ્રશાસન તંત્રના પ્રયાસ થકી બહારના રાજ્યમાંથી કોઇપણ વ્યક્તિ પ્રવેશી શકે નહી અને દ્વિચક્રી વાહન પર એકથી વધારે વ્યક્તિઓ ન આવે તે હેતુસર જિલ્લાની મોવીચેક પોસ્ટ, વિરપુર અને પોઇચા-રંગસેતુ બ્રિજ ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફને તૈનાત કરાયા છે. તેની સાથો સાથ આરોગ્યતંત્ર દ્વારા તૈનાત કરાયેલી આરોગ્ય ટૂકડીઓ મારફત બહારના જિલ્લામાંથી આવતા તમામ પ્રકારના વાહનો અને લોકોનું થર્મલ સ્ક્રિનીંગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા બહારના જિલ્લામાંથી આવતા લોકોનું ચેકલીસ્ટ ભરી તેમનું ચેકઅપ અને સ્ક્રિનીંગ કરવામાં આવે છે.

નર્મદા જિલ્લામા નોવેલ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જિલ્લામા સઘન સર્વેલન્સ અને સ્ક્રિનીંગ કામગીરી માટે અપાયેલી સુચના મુજબ પાંચ દિવસની અંદર 250 સેમ્પલ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને જિલ્લાના દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રને પણ 10 જેટલા સેમ્પલ લેવાનું નકકી કરાયુ છે. જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતે પણ 18 થી 20 સેમ્પલ લેવામાં આવ્યા છે.

પોલીસનું સઘન પેટ્રોલિંગ
લોકડાઉનનો લોકો દ્વારા અમલ થાય એ માટે નર્મદા પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરાયુ છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખીને અત્યાર સુધીમાં 1000થી વધુ ટુ-વહીલર ડિટેન કરી છે સાથે સાથે લાખો રૂપિયાના દંડની પણ વસુલાત કરી છે. પોલીસની કડક કામગીરીને લીધે લોકોમાં ફફડાટ ફેલાયો છે અને લોકડાઉનનો અમલ કરતા થયા છે.

નિયત સમયમાં સરકારી અનાજ લોકોને અપાશે
સરકાર દ્વારા BPL પરિવારને સરકારી અનાજ આપયા બાદ હવે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના -9,997, દેડીયાપાડા તાલુકાના-5,016, સાગબારા તાલુકાના-4,932, તિલકવાડા તાલુકાના 2,591 અને ગરૂડેશ્વર તાલુકાના-3,240 મળી કુલ-25,776 APL-1 કાર્ડ ધારકોને 13/04/2020 થી 17/04/2020 સુધીમાં વાજબી ભાવની દુકાનેથી રેશનકાર્ડ દિઠ 10 કિ.ગ્રા. ઘઉં, 3 કિ.ગ્રા.ચોખા, 1 કિ.ગ્રા.ખાંડ તથા 1 કિ.ગ્રા.ચણા/ચણાદાળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડનો છેલ્લો અંક 1 અથવા 2 હોય તે કાર્ડ ધારકોને 13/04/2020 ના રોજ, રેશનકાર્ડનો છેલ્લો અંક 3 અથવા 4 હોય તે કાર્ડ ધારકોને 14/04/2020 ના રોજ, રેશનકાર્ડનો છેલ્લો અંક 5 અથવા 6 હોય તે કાર્ડ ધારકોને 15/4/2020 ના રોજ, રેશનકાર્ડનો છેલ્લો અંક 7 અથવા 8 હોય તે કાર્ડ ધારકોને 16/04/2020 ના રોજ અને રેશનકાર્ડનો છેલ્લો અંક 9 અથવા 0 હોય તે કાર્ડ ધારકોને 17/04/2020ના રોજ દર્શાવેલ તારીખે જ NON NFSA APL-1 કાર્ડધારકોએ જથ્થો લેવા તંત્રએ આગ્રહ કર્યો છે.કોઈ કારણોસર NON-NFSA APL-1 રેશનકાર્ડ ધારક ઉપરોક્ત જણાવ્યા મુજબની તારીખોમા જથ્થો ન મેળવી શકે તો તેઓએ બીજા કોઈ દિવસે જથ્થો લેવા જવાનું થશે નહિ. આવા કાર્ડ ધારકોએ 18/04/2020 ના રોજ જથ્થો મેળવવાનો રહેશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાતમાં 4 વર્ષની બાળકી કોરોનાની ચપેટમાં, માતા-પિતા સામે પોલીસે ગુનો દાખલ કર્યો