Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશ પતનના રસ્તે, રાજદ્રોહ અને ઇંસ્પેક્ટરની હત્યાના આરોપીઓનું ફૂલ-માળા પહેરાવીને કરાયુ સ્વાગત

દેશ પતનના રસ્તે, રાજદ્રોહ અને ઇંસ્પેક્ટરની હત્યાના આરોપીઓનું ફૂલ-માળા પહેરાવીને કરાયુ સ્વાગત

0
913

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ભડકેલી હિંસાના કેસમાં 6 આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. આ લોકો પર રાજદ્રોહ, હત્યા અને બળવાના કેસો દાખલ હતા, જેમાં તેમની ધરપકડ થઈ હતી. હત્યા અને બળવાના કેસમાં આ આરોપીઓને પહેલા જામીન મળી ગયા હતા પરંતુ રાજદ્રોહના કેસમાં આ લોકોને જામીન મળ્યા ન હતા. ઈલાહાબાદ હાઈકોર્ટથી આ કેસમાં આ આરોપીઓને જામીન મળી ગયા છે. જામીન પછી બહાર આવેલા આ લોકોનું જોરદાર સ્વાગત થયુ હતુ. તે દરમિયાન લોકો તેમને ફૂલ-માળા પહેરાવી અને ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર વિનોદ કાપડીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો જેમાં આરોપીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. તેમણે લખ્યુ કે, ‘બુલન્દશહેરના ઈન્સ્પેક્ટર સુબોધ કુમારની હત્યાના આરોપી શિખર જ્યારે જામીન પર છૂટીને આવે છે તો તેમને ફૂલ-માળા પહેરાવવામાં આવે છે, ભારત માતાની જયના નારા તથા જય શ્રી રામ વંદે માતરમના નારા લગાવવામાં આવે છે તેમની સાથે સેલ્ફી લેવામાં આવે છે. આ દેશ પતનના રસ્તા પર ચાલી રહ્યુ છે. શર્મનાક છે’

વીડિયોમાં દેખાય છે કે તેમની સાથે હીરો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જાણે કોઈને ખોટી રીતે જેલમાં પૂરી દેવામાં આવ્યો હોય. સાચે જ દેશ બદલાઈ રહ્યો છે

ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બર મહિનામાં ગૌહત્યા પછી હિંસા ભડકી ઉઠી હતી. ભડકેલી હિંસાને શાંત કરાવવા પહોંચેલા પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર અને એક અન્ય વ્યક્તિ સુમિત કુમારનું મોત થયુ હતું. આટલુ જ નહી ભડકેલી હિંસાએ પોલીસની ગાડીઓ તથા પોલીસ ચોકીને પણ આગને હવાલે કરી હતી. આ મામલામાં 44 લોકોની ધરપકડ કરવામા આવી હતી. 44માંથી 6 લોકોને સાડા સાત મહિના પછી જામીન પર છોડવામાં આવ્યા છે. હત્યા, રાજદ્રોહ અને હિંસા ભડકાવનારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

એક સમયે ટાટા ગ્રૂપના હતા ચેરમેન, હવે 4000 કરોડનું દેવુ