Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 6.73 કીલો અફીણ કેસમાં ઝડપાયેલા આરોપીના હાઈકોર્ટે જામીન ફગાવ્યા

6.73 કીલો અફીણ કેસમાં ઝડપાયેલા આરોપીના હાઈકોર્ટે જામીન ફગાવ્યા

0
54

અમદાવાદ: દેશના અલગ અલગ વિક્રેતાઓને અફીણ સપ્લાય કરવાના કેસમાં ઝડપાયેલા આરોપી દિપક ગોયેલના શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા જામીન ફગાવી દેવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આરોપીના જામીન ફગાવતા નોંધ્યું હતું કે ” અરજદાર-આરોપીએ જુદા જુદા વિક્રેતાઓ પાસેથી બોટલો મેળવી ત્યારબાદ અને અન્ય લોકોને સપ્લાઈ કરી જેમાંથી અફીણ મળી આવ્યું છે. અરજદાર-આરોપી પાસે ઉત્પાદન અને રાખવા માટે ડ્રગ્સ એન્ડ કૉસમેટિક વિભાગનું લાઇસન્સ હોવા છતાં કોર્ટે જામીન ફગાવતા કહ્યું કે જો આરોપી જામીન પર મુક્ત કરવામાં આવશે તો પણ આ જ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંપડાશે જેથી તેને જામીન આપી શકાય નહિ.

અરજદાર – આરોપી વકીલ ધર્મેશ ગુર્જર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીએ ડ્રગ્સ અને કોસ્મેટિક વિભાગ પાસેથી પોતાની દુકાન ગંગોત્રી હર્બલના નામે સર્ટિફિકેટ પણ મેળવ્યું છે જેમાં કામિની વિદ્રવન રાસ નામના અફીણને વેચવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી સહ-આરોપી પાસેથી જ્યારે અફીણની બોટલ મળી ત્યારે એમ ન કહી શકાય કે આ બટલ અરજદાર દ્વારા જ સપ્લાય કરવામાં આવી છે.

આ પણ વાંચો: પેટાચૂંટણી ટાણે જ સીએમની કોલર ટ્યુન કેમઃ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

આ મુદ્દે NCB તરફથી વકીલ દેવાંગ વ્યાસ તરફે રજુઆત કરવામાં આવી હતી કે ગુનામાં સહ-આરોપી પાસેથી 6.73 કીલો કમર્શિયલ કવોન્ટિટીમાં અફીણ જપ્ત કરવામાં આવી છે. 2.5 ગ્રામ અફીણને સ્મોલ ક્વોન્ટીટી માનવામાં આવે છે જયાર બાદ 2.5 કીલો કે જેથી વધુ માત્રામાં અફીણ મળે તો તેને કર્મશીયલ ક્વોન્ટીટીમાં માનવામાં આવે છે. હાલના કેસમાં 6.73 કિલો અફીણ મળી આવી છે જે કમર્શિયલ માત્રા કરતાં પણ ખૂબ જ વધુ છે. આરોપી સામે તમામ પ્રકારના પુરાવવા ઉપલબ્ધ છે. કુરિયર બોયે પણ આરોપીનું નામ આપ્યું છે અને ઝડપાયેલા સહ આરોપી – આરીફ મુનશી અને અરજદાર વચ્ચેના વ્યવહારો અને ફોન કોલ ડિટેલથી સ્પષ્ટ થાય છે કે આરોપી ષડયંત્રમાં સંડોવાયેલો છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2017માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ને બાતમી મળી હતી કે મોટી સંખ્યામાં અફીણ ભરૂચ આવી રહ્યું છે અને આ બાતમીના આધારે રેડ કરતા NCBએ સહ-આરોપી આરીફ મુનશીની અફીણની 673 બોટલ સાથે ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસમાં અરજદાર-આરોપી નું નામ સામે આવતા પોલીસે ડિસેમ્બર 2019માં તેની પણ ધરપકડ કરી હતી