Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધંધુકા-બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત, ચાર મહિલાઓના મોત

ધંધુકા-બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત, ચાર મહિલાઓના મોત

0
43

અમદાવાદ: રાજ્યમાં સોમવારે સવારે ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત બન્યો છે. આ અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકોના આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા 108ના સ્ટાફે કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

રોડ પર ઊભી રહેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને જ કંપારી છૂટ જાય તેવા છે. વહેલી સવારે ચાર વાગ્યે આ અકસ્માત બન્યો હતો.

ચાર મહિલાનાં મોત: મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આજે એટલે કે સોમવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક ઇકો કાર રોડ પર ઊભેલી ટ્રેક પાછળ ધડાકાભેર અથડાઈ હતી.

ટ્રક પાછળ ઇકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઇકો કારની ઝડપ ખૂબ વધારે હતી અને તે રોડ પર ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat