Gujarat Exclusive > દેશ-વિદેશ > CDS રાવત અને અન્ય 11 જવાનોના પાર્થિવદેહને લઈ જતી ગાડીઓમાંથી એકનો અકસ્માત, પોલીસકર્મીઓ ઘાયલ

CDS રાવત અને અન્ય 11 જવાનોના પાર્થિવદેહને લઈ જતી ગાડીઓમાંથી એકનો અકસ્માત, પોલીસકર્મીઓ ઘાયલ

0
22

 CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના પાર્થિવ દેહને લઈને જતી ગાડીઓ પૈકી એક ગાડીનો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના મેટ્ટાપલયમ નજીક બુર્લિયારમાં થયો હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલ પોલીસ અધિકારીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સાથે જ કારના અકસ્માત બાદ અન્ય વાહનોને સ્થળ પર બોલાવી પાર્થિવ દેહ મોકલી દેવાયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ ફૂલોની વર્ષા કરીને દરેકને શ્રદ્ધાંજલિ આપી હતી.

તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં 8 ડિસેમ્બર, બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત Mi-સિરીઝના હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી 13ના મૃત્યુ નિપજ્યા છે, જયારે એકની સારવાર ચાલી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા તમામ 13 પાર્થિવદેહોને સુલુરથી દિલ્હી લઇ જવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સુલુરથી દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. તે જ સમયે, જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર એલએસ લિડર સહિત ચાર મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે.

બીજી તરફ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં પોતાના સંબોધનમાં આ જાણકારી આપી. સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતીય વાયુસેના દ્વારા ત્રિ-સેવા ટીમ પાસેથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેનું નેતૃત્વ એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ટ્રેનિંગ કમાન્ડ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. રાજનાથ સિંહે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat