Gujarat Exclusive > The Exclusive > કપડવંજ પાસે ગોજારો અકસ્માત, એક સાથે ચાર લોકોના મોત

કપડવંજ પાસે ગોજારો અકસ્માત, એક સાથે ચાર લોકોના મોત

0
8

કઠલાલ કપડવંજ રોડ પર ગુરૂવારે મોડી રાતે ટેન્કર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગોજારો અકસ્માત થયો છે. પોરડા પાટિયા નજીક આ થયેલા આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ચાર મૃતકો સુરેન્દ્રનગર જિલ્લાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ ગોજારા અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે.

હાલ કઠલાલ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મોડી રાતે થયેલા અકસ્માત વખતે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી.

મળતી માહિતી અનુસાર ચાક મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને સારવાર અર્થે કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat