Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે અકસ્માતમાં મદદ કરતા ખચકાતા નહીં, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો બદલાવ

હવે અકસ્માતમાં મદદ કરતા ખચકાતા નહીં, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો બદલાવ

0
178
  • અકસ્માતમાં સાક્ષી બનનારા એટલે કે મદદ કરનારાઓને માટે મહત્વનો નિર્ણય
  • હોસ્પિટલ અથવા પોલીસ અધિકારી દુર્ઘટના બાદ મદદ કરનારને કંઇ જ પૂછી નહીં શકે
  • રોડ અકસ્માતમાં કોઇ ઇજાગ્રસ્તની મદદ કરશો તો તેમાં તમને કોઇ પણ મુશ્કેલી નહીં સર્જાય

નવી દિલ્હી : ભારત સરકારે રોડ અકસ્માતમાં સાક્ષી બનનારા એટલે કે મદદ કરનારાઓને માટે મહત્વનો નિર્ણય (accident help news) કર્યો છે. મદદ કરનારાઓને કાયદાકીય મુશ્કેલીઓથી છૂટકારો આપવા માટે નવા નિયમો જાહેર કરી દીધાં છે. માર્ગ પરિવહન અને હાઇ-વે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચના મુજબ હોસ્પિટલ અથવા પોલીસ અધિકારી દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર મદદ કરનારા કોઇ પણ વ્યક્તિનું નામ, સરનામું, ઓળખ, ફોન નંબર અથવા બીજી કોઇ પણ વિગત આપવા માટે મજબૂર નહીં કરી શકે. સાવ સાદી ભાષામાં જો સમજીએ તો હવે જો તમે રોડ અકસ્માતમાં કોઇ ઇજાગ્રસ્તની મદદ કરશો તો તેમાં તમને કોઇ પણ પ્રકારની મુશ્કેલી નહીં સર્જાય.

સાક્ષી બનવા તૈયાર વ્યક્તિની જ પૂછપરછ કરી શકાશે

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિયમમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિ દુર્ઘટના કેસમાં પોતાની મરજીથી સાક્ષી (Eye Witness) બનવા તૈયાર હોય તો તેની કાયદાકીય જોગવાઇ હેઠળ પૂછપરછ કરવામાં આવે. પરંતુ તેના માટે મોટર વ્હીકલ એકટ, 2019માં ધારા-134 Aને જોડવામાં આવી છે. જે અંતર્ગત મદદ કરનારા વ્યકિતને સુરક્ષા આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે મદદ કરનાર વ્યક્તિ દુર્ઘટનાનો ભોગ બનેલ વ્યક્તિની કોઇ પણ ઇજા અથવા તેના મૃત્યુ માટે તેને જવાબદાર (accident help news) માનવામાં આવશે નહીં. તેની વિરૂદ્ધ કોઇ પણ રીતે સિવિલ અથવા ક્રિમિનલ કેસ દાખલ નહીં કરવામાં આવી શકે.

આ પણ વાંચો: કોરોનાની સારવાર બાદ જોવા મળી રહી છે આ આડઅસર, રિસર્ચમાં આવ્યું સામે

મદદ કરનાર ઇચ્છે તો અધિકારીને પોતાની વિગત આપી શકે

નવા નિયમ અનુસાર લોકોની મદદ (accident help news) કરનારા સારા નાગરિકોની સાથે ધર્મ, જાતિ અને રાષ્ટ્રીયતાથી ઉપર જઇને સન્માનજનક વ્યવહાર કરવામાં આવશે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે જો મદદ કરનાર વ્યક્તિ પોતે ઇચ્છે તો પોતાની વિગત અધિકારીઓને ઉપલબ્ધ કરાવી શકે છે. તે સિવાય બધી સરકારી અને ખાનગી હોસ્પિટલવાળાઓએ પ્રવેશ, પોતાની વેબસાઇટ તેમજ ખાસ જગ્યાઓ પર હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક (લોકલ) ભાષામાં એક ચાર્ટર લગાવાનું રહેશે. આ દુર્ઘટનામાં મદદ કરનારા સારા નાગરિકોની અધિકારીને વિગત આપવામાં આવશે.

મંત્રાલયે કહ્યું, – હવે કોણ કહેવાશે ‘Good Samritan’

મંત્રાલયે ‘Good Samaritan’ ની પરિભાષા પણ સ્પષ્ટ કરતા જણાવી દીધું કે જે હંમેશા સારા ઇરાદા સાથે, પોતાની ઇચ્છાથી અને ઇનામ અથવા વળતરની ઇચ્છા વગર દુર્ઘટનાનો ભોગ બનેલ વ્યક્તિની ઇમરજન્સી મેડિકલ અથવા નોન-મેડિકલ કેર અથવા તકથી તેને હોસ્પિટલ લઇ જવામાં મદદ (accident help news) કરનાર વ્યક્તિ હોય તે ‘Good Samaritan’ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં ઘણા લોકોનાં મોત નિપજે છે. ત્યારે નવા નિયમ મુજબ રોડ અકસ્માતમાં ભોગ બનેલા લોકોને તાત્કાલિક ધોરણે મદદ મળવાની સંભાવના વધશે અને મૃત્યુદરમાં પણ થોડેક અંશે ઘટાડો થઇ શકે છે.

આ પણ વાંચો: Gandhi Jayanti: જાણો ગાંધીજી કેવી રીતે ઉજવતા હતા પોતાનો જન્મદિવસ