મુંબઇ: મુંબઇ-ગોવા હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 9 લોકોના મોત થયા છે. આ દૂર્ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે જ્યારે 4 મહિલા સહિત 9 લોકોના મોત થયા છે. પોલીસ અનુસાર આ દૂર્ઘટના સવારે પાંચ વાગ્યે માનગાંવ પાસે હાઇવે પર બની હતી. પોલીસે જણાવ્યુ કે જ્યારે ટ્રક મુંબઇ તરફથી આવતી હતી તો કાર રત્નાગિરી જિલ્લાના ગુહાગર તરફ જતી હતી આ દરમિયાન અકસ્માત થયો હતો.
Advertisement
Advertisement
મૃતકોમાં પાંચ પુરૂષ અને 4 મહિલા સામેલ છે. પોલીસે જણાવ્યુ કે દૂર્ઘટનામાં ઘાયલ એક બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જાણકારી આપી કે હવે રાજમાર્ગ પર વાહન વ્યવહાર ફરી શરૂ થઇ ગયો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. શબને માનગાંવ હૉસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે. પોલીસ અને રેસક્યૂ ટીમ ઘટના સ્થળે છે.
મહત્વપૂર્ણ છે કે સવારે સવારે અકસ્માતને કારણે મુંબઇ-ગોવા હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. દૂર્ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને વાહન વ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો. દૂર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કે મૃકત ક્યાના હતા. બીજી તરફ સિંધુદુર્ગ જિલ્લાના કંકાવલીમાં પણ એક અકસ્માત થયો હતો. બસ પલટતા ચાર લોકોના મોત થયા હતા જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા.
Advertisement