લીંબડી: સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક પાછળ પુર ઝડપે આવતી બસ ઘુસી ગઇ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો.
Advertisement
Advertisement
લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે બંધ પડેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘુસી ગઇ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. બસ એટલી સ્પિડમાં હતી કે ડ્રાઇવર ઉભી રહેલી ટ્રકને જોઇ શક્યો નહતો અને કાબુ ગુમાવતા બસ સીધી ધડાકાભેર ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી જેને કારણે બસની આગળનો ભાગ તૂટી ગયો હતો. અકસ્માત થયો તે દરમિયાન બસમાં 40 મુસાફર સવાર હતા જેમાંથી 10થી વધુ મુસાફર ગંભીર રીતે ઘાયલ થતા 4 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર બસ જૂનાગઢથી અમદાવાદ તરફ આવતી હતી ત્યારે લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement