Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણામાં રેલવે સ્ટેશન ઉપર આપઘાત કરવા પહોંચેલી મહિલાને અભયમ ટીમે બચાવી

મહેસાણામાં રેલવે સ્ટેશન ઉપર આપઘાત કરવા પહોંચેલી મહિલાને અભયમ ટીમે બચાવી

0
10

મહેસાણામાં પતિ અને તેના સાસરિયાના ત્રાસના કારણે બે સંતાનોની માતા આપઘાત કરવા માટે રેલવે સ્ટેશને પહોંચી હતી. જો કે, અભયમ ટીમે આ મહિલાને સમજાવી અને તેના પતિ સાથે સમાધાન કરાવ્યું હતું.

મહેસાણા શહેરની નજીકના રેલવે સ્ટેશન ઉપર પાટા ઉપર બેસીને એક મહિલા આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો એક વ્યક્તિએ 181 મહિલા અભયમ ટીમને કોલ કર્યો હતો. કોલ મળતાંની સાથે 181ના સભ્યોએ રેલવે સ્ટેશન ઉપર પહોંચીને મહિલાને આપઘાત કરતા બચાવી લીધી હતી. મ

હિલાને પાણી પીવડાવી શાંત કરીને કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા અંગે 181ની ટીમે કારણ પૂછતાં તેણીના પતિને 2 વર્ષથી લગ્ન બહારનાં સંબંધો હોવાથી કંટાળી ગઈ હતી.

દીકરાની સોગંધ આપવા છતાં બે સંતાનના પતિએ સુધરવાનું નામ નહીં લેતાં આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. તેથી 181 ટીમે સાસરિયાં તેમજ પતિને બોલાવી મહિલાને ન્યાય અપાવવા કાઉન્સેલિંગ કરીને પતિને ઠપકો આપ્યો હતો. સામા પક્ષે બે બાળકો માતા વગર કેવી રીતે રહી શકશે તેવી સમજણ આપી હતી.

સાસરી અને પિયર પક્ષના લોકોની હાજરીમાં પતિને હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે બીજા સંબંધો કે લગ્ન પણ થઈ શકતા નથી. જ્યારે લગ્ન બહારના સંબંધોથી પરિવાર તૂટશે તો બાળકોના શિક્ષણ અને ભવિષ્યને અસર થશે તેવી સમજણ આપતાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat