Gujarat Exclusive > દેશ-વિદેશ > વર્લ્ડ બેંકમાં આભાસ ઝાને મળી મોટી જવાબદારી, કોણ છે અચાનક ચર્ચામાં આવેલ આ શખ્સ

વર્લ્ડ બેંકમાં આભાસ ઝાને મળી મોટી જવાબદારી, કોણ છે અચાનક ચર્ચામાં આવેલ આ શખ્સ

0
592

નવી દિલ્હી: વિશ્વ બેંક (World Bank)એ ભારતીય અર્થશાસ્ત્રી આભાસ ઝાને દક્ષિણ એશિયામાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આભાસ જળવાયુ પરિવર્તન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબંધિત કામકાજ માટે નિમણૂંક કરવામાં આવ્યા છે. આભાસ ઝાની નિમણૂંક એવા સમયે કરવામાં આવી છે, જ્યારે “અમ્ફાન” વાવાઝોડાએ ભારત સહિત દક્ષિણ એશિયામાં તારાજી સર્જી છે. “અમ્ફાન”ના કારણે ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિસા, તો બીજી તરફ બાંગ્લાદેશને જંગી નુક્સાન થયું છે.

► કોણ છે આભાસ ઝા?

→ 2001માં જોઈન કરી વર્લ્ડ બેંક
આભાસ ઝાનું નામ આજે ભલે ચર્ચામાં આવ્યું હોય, પરંતુ વર્લ્ડ બેંક સાથે તેમનો સબંધ 2001માં શરૂ થયો હતો. આભાસ બાંગ્લાદેશ, ભૂતાન, ભારત અને શ્રીલંકાના બેંક કાર્યાલટમાં કાર્યકારી ડિરેક્ટર રહી ચૂક્યાં છે.

→ વર્તમાન જવાબદાર
હાલ જે પોસ્ટ પર આભાસની નિમણૂંક કરવામાં આવી છે. એ માટે તેમને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જળવાયુ પરિવર્તન ટીમને જોડવા અને સહયોગ કરવા માટે પ્રોત્સાહિત અને મદદ કરવાની રહેશે. એટલે કે હવે આભાસને પોતાની ક્ષમતાઓનો ઉપયોગ દક્ષિણ એશિયામાં જળવાયુ પરિવર્તન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કરવાનો રહેશે.

આ અંગે વર્લ્ડ બેંકનું કહેવું છે કે, ગ્લોબલ લીડ્સ અને ગ્લોબલ સોલ્યુશન ગ્રુપ્સની સાથે મળીને આભાસના કામ કરવાથી મોટા પાયે નવા અને ઉચ્ચ ગુણવત્તા વાળા વિકાસકાર્યોને પ્રોત્સાહન આપવામાં આવી શકાશે.

જણાવી દઈએ કે, હાલના સમયે ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપાનાથ પણ એક ભારતીય છે. ગીતાએ વર્ષ 2019માં IMFના ચીફ ઈકોનૉમિસ્ટનું પદ સંભાળ્યું હતું. આ પદ સુધી પહોંચનારા તે પ્રથમ મહિલા છે.

IMFના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીન લેગાર્ડે ગીતાના નામની જાહેરાત કરી હતી. તેમણે ગીતાને વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાંથી એક કહ્યાં હતા. ગીતા ઉપરાંત રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ હાલ IMF સાથે મળીને કામ કરી રહ્યાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

પાકિસ્તાન પ્લેન ક્રેશમાં મોતને હાથતાળી આપીને આવેલ વ્યક્તિનું ભારત સાથે ખાસ કનેક્શન