Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરે છે આ મહિલા, દૂધ વેચીને કરે છે કરોડોની કમાણી

‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરે છે આ મહિલા, દૂધ વેચીને કરે છે કરોડોની કમાણી

0
229

પાલનપુર: કોરોના મહામારીના (Corona Pandemic) કારણે અર્થતંત્રને પડેલા ફટકા વચ્ચે “આત્મનિર્ભર ભારત”નો (Aatma Nirbhar Bharat) નારો ગુંજી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની એક મહિલા આપણાં સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.

અહીંના વડગામ તાલુકાના નગાણા ગામની 62 વર્ષની મહિલા નવલબેન ચૌધરી (Navalben Chaudhary) દૂધ વેચીને વર્ષે લાખો રૂપિયા કમાય છે. ગત એક વર્ષમાં નવલબેને 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચી નાંખ્યું છે. નવલબેન દૂધ વેચીને દર મહિને 3.50 લાખ રૂપિયાની કમાણી કરે છે.

જણાવી દઈએ કે, નગાણા ગામ રાજસ્થાન રાજ્યની બોર્ડર પર આવેલુ છે અને અહીં નવલબેન (Navalben Chaudhary) પશુપાલનનો વ્યવસાય કરે છે.

નવલબેનનું પુરુ નામ નવલબેન દલસંગભાઈ ચૌધરી છે. જેમની (Navalben Chaudhary)ડેરીમાં 80 ભેંસ અને 45 ગાયો છે. જેના થકી પ્રતિદિન સવાર-સાંજ 1 હજાર લીટર દૂધ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કરોડોની કમાણી કરનાર નવલબેન (Navalben Chaudhary) સહેજ પણ અક્ષરજ્ઞાન ધરાવતા નથી.

નવલબેનનું (Navalben Chaudhary) કહેવું છે કે, મારા ચાર પુત્ર છે અને તમામ ઉચ્ચ અભ્યાસ કરીને શહેરોમાં નોકરી કરી રહ્યાં છે. તેઓ પણ મદદ કરવા લાગ્યાં છે. વર્ષ 2019માં મેં 87.95 લાખ રૂપિયાનું દૂધ વેચ્યુ હતું. આજ રીતે 2020માં મેં 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચીને પ્રથમ ક્રમે રહી છું.

આ પણ વાંચો:  અમદાવાદ: સેટેલાઈટમાં માસ્કના મેમા મુદ્દે કારમાં બેઠેલી મહિલાની પોલીસ સાથે માથાકૂટ

ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી ચાલે છે. જેને નવલબેન (Navalben Chaudhary) પ્રતિદિન 750 લીટર દૂધ વેચે છે. આમ અહીંના અધિકારીઓ અને મેનેજરો કરતાં પણ તેઓ અધિક કમાણી કરી રહ્યાં છે.

બનાસ ડેરી તરફથી નવલબેનને બનાસકાંઠા જિલ્લામાં દૂધની કમાણી મામલે પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. વર્ષે દૂધ વેચાણ થકી કરોડો રૂપિયા કમાનાર નવલબેનનું કહેવું છે કે, હું પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી રહી છુ

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9