Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીના પ્રવાસ પહેલા CAA વિરૂદ્ધ AASUએ અસમમાં નિકાળી મશાલ યાત્રા

PM મોદીના પ્રવાસ પહેલા CAA વિરૂદ્ધ AASUએ અસમમાં નિકાળી મશાલ યાત્રા

0
84

ઓલ અસમ સ્ટૂડન્ટ યૂનિયન (આસુ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અસમ યાત્રાથી ઠિક પહેલા પોતાની માંગોને લઈને સમર્થનમાં શુક્રવારે મશાલ યાત્રા નિકાળી. તેમને માંગમાં મુખ્ય રૂપથી સંશોધિત નાગરિકતા કાનૂન (સીએએ) રદ્દ કરવો સામેલ છે.

આસુના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્ય અને અધ્યક્ષ દીપાંક કુમાર સાથે પોલીસ અધિકારીઓએ સાથે તીખી રકઝક કરતાં જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે, જ્યારે મશાલ સોંપવામાં આવશે ત્યારે જ તેમને આગળ વધવાની અનુમતિ આપવામાં આવશે.

ભટ્ટાચાર્યએ કહ્યું, “અમે મશાલ સોંપવાનો ઈન્કાર કરી દીધો કેમ કે, તે અમારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનો હિસ્સો હતો અને અમે તેને બદલીશું નહીં.” તેમને પ્રદર્શનને કચડવા માટે પોલીસને મોકલવાને લઈને મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની ટીકા કરી.

ઉલ્લેખનિય છે કે, સોનોવાલ તે સમયે આસુના અધ્યક્ષ હતા, જ્યારે ભટ્ટાચાર્ય તેના મહાસચિવ હતા. ભટ્ટાચાર્યએ કહ્યું, “સોનોવાલ શહીદ ભવનથી મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા અને અત્યારે લોકતાંત્રિક અને શાંતિપૂર્વક પ્રદર્શનને રોકવા માટે પોલીસ મોકલી રહ્યાં છે. તે શરમજનક છે અને તેની નિંદા કરીએ છીએ. “

પ્રદર્શનકરીઓએ મોદી, શાહ અને સોનોવાલ વિરૂદ્ધ નારેબાજી કરી. વડાપ્રધાન શનિવારે શિવસાગર જિલ્લામાં અસમ સરકાર દ્વારા એક લાખથી વધારે નિવાસીઓને ભૂમિ પટ્ટો વિતરણ કરવાના કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે. જ્યારે શાહનો રવિવારે રાજ્યની યાત્રા કરવાનો કાર્યક્રમ છે.