Gujarat Exclusive > રાજનીતિ > આર્થિક મંદી મુદ્દે પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર મોટો હુમલો

આર્થિક મંદી મુદ્દે પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર મોટો હુમલો

0
191

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અર્થ વ્યવસ્થામાં મંદીના મુદ્દે સરકારને સતત સવાલો પૂછતી રહી છે. પ્રિયંકાએ સરકારને પૂછ્યું કે, અર્થ વ્યવસ્થા મંદીની ઊંડી ખીણમાં જઈ રહી છે, એવામાં સરકાર પોતાની આંખો ક્યારે ખોલશે.

પ્રિયંકાએ શું કહ્યું?
અર્થ વ્યવસ્થા મંદીની ખીણમાં જઈ રહી છે. લાખો ભારતીયોની આજીવિકા પર તલવાર લટકી રહી છે. ઓટો સેક્ટરમાં અસર, પ્રોડક્શન-ટ્રાન્સપોર્ટેશનમાં નેગેટિવ ગ્રોથ અને બજારના તૂટવાના સંકેત મળી રહ્યા છે. સરકાર ક્યારે પોતાની આંખો ખોલશે?

અગાઉ પ્રિયંકા ગાંધીએ મોદી સરકારના 2.0ના 100 દિવસ પૂર્ણ થવા પર પણ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, અર્થ વ્યવસ્થા કંગાળ, મૌન મોદી સરકાર, સંકટમાં કંપનીઓ, ઠપ્પ થઈ રહ્યો છે વેપાર. નાટક અને ભ્રામક પ્રચાર કરીને દેશીની વિકટ સ્થિતિ લોકોથી છૂપાવી રહી છે સરકાર.

જણાવી દઈએ કે, મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂર્ણ થવા પર કોંગ્રેસે અર્થ વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પૂછ્યું હતું કે, વડાપ્રધાન મોદી કહે છે કે, રૂપિયો તૂટે, તો પ્રધાનમંત્રીની સાખ પર તૂટે છે. તો શું હવે મોદીની સાખ પર ઘટી રહી છે.

તેમણે કેટલાક આંકડાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં અંદાજે સાડા ત્રણ લાખ લોકોની નોકરી જતી રહી. ઓટો મોબાઈલ સેક્ટરમાં 300 ડિલરશિપ બંધ થઈ ગઈ. રિયલ એસ્ટેટમાં 8 મોટા શહેરોમાં લાખ્ખો એપાર્ટમેન્ટ વેચાયા વિના પડી રહ્યા છે. બેરોજગારી દર હાલ 8.2 ટકા પર પહોંચી ગયો છે.

મુંબઈ એરપોર્ટ પર દિવ્યાંગ યુવતી સાથે દુર્વ્યવહાર, ટ્વીટર પર ઠાલવી વ્યથા