સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને કેપ્ટન એરોન ફિન્ચે (Aaron Finch) વન ડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 11 સપ્ટેમ્બરે પોતાની અંતિમ વન ડે મેચ રમશે. જોકે, તે અત્યારે ટી-20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે એરોન ફિન્ચ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે તે તેનો સંન્યાસનો નિર્ણય તેનાથી પ્રેરિત હોઇ શકે છે, તેનું માનવુ છે કે 2023 વર્લ્ડકપ પહેલા કોઇ નવા કેપ્ટનને તક મળવી જોઇએ.
એરોન ફિંચે સંન્યાસની જાહેરાત કરતા પોતાના નિવેદનમાં કહ્યું,
“આ કઇક અવિશ્વસનીય યાદો સાથે એક શાનદાર સફર રહી છે. હું કેટલીક સારી વન ડે ટીમનો ભાગ બનવા માટે ઘણો ભાગ્યશાળી રહ્યો છું. મને તે તમામનો આશીર્વાદ મળ્યો છે જેની સાથે હું રમ્યો છું અને કેટલાક લોકો પરદા પાછળ છે. તેમનો મને બરાબરનો સહયોગ મળ્યો છે.”
ટી-20 વર્લ્ડકપમાં કેપ્ટન્સી કરશે
ટી-20 વર્લ્ડકપ પહેલા એરોન ફિંચ (Aaron Finch) ના સંન્યાસ લેવાનો નિર્ણય દર્શાવે છે કે તે હવે પુરી રીતે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેની કેપ્ટન્સીમાં જ ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો.
એરોન ફિંચ ફરી એક વખત તે ક્ષણને દોહરાવવા માંગે છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહ્યો છે અને ઓસ્ટ્રેલિયન ટીમ જીતની પ્રબળ દાવેદાર છે.
સતત ફોર્મ સામે ઝઝુમી રહ્યો હતો ફિંચ
છેલ્લા કેટલાક મહિનાથી એરોન ફિંચ (Aaron Finch) ના બેટથી રન નથી બની રહ્યા, તેને આ વર્ષે 13 વન ડે ઇનિંગમાં 13ની ખરાબ એવરેજથી 169 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી માત્ર એક અડધી સદી લાગી છે, જ્યારે તે 5 વખત ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયો છે.
એરોન ફિંચની શાનદાર વન ડે કરિયરનો અંત
2013માં ડેબ્યૂ કરનારા એરોન ફિંચ (Aaron Finch) ની વન ડે કરિયર શાનદાર રહી છે, તેને 145 વ ડે મેચમાં 39.13ની એવરેજ સાથે 5401 રન બનાવ્યા છે. એરોન ફિંચ વન ડે ક્રિકેટમાં 17 સદી અને 30 અડધી સદી પણ ફટકારી ચુક્યો છે.
Advertisement