Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોંગ્રેસ પર ભારે પડી રહી છે AAP, પૂર્ણા વોર્ડમાં પેનલ જીતી, 14 બેઠક પર આગળ

સુરતમાં કોંગ્રેસ પર ભારે પડી રહી છે AAP, પૂર્ણા વોર્ડમાં પેનલ જીતી, 14 બેઠક પર આગળ

0
157

સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટી પ્રથમ જ્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડતી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી બીજા નંબર પર છે. સુરતમાં અત્યાર સુધી 120 બેઠકમાંથી 70 બેઠકોનો ટ્રેડ સામે આવ્યો છે જેમાંથી ભાજપ 45 બેઠક પર, આમ આદમી પાર્ટી 15 જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર આગળ ચાલી રહી છે. સુરતમાં પૂર્ણા વોર્ડમાંથી આમ આદમી પાર્ટીની પેનલ જીતી છે.

સુરતમાં એસવીએનઆઇટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 484 ઉમેદવાર વચ્ચેના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. પાસ અને કોંગ્રેસ વચ્ચેની લડાઇમાં આમ આદમી પાર્ટીને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં બે વોર્ડમાં તો આમ આદમી પાર્ટીની આખી પેનલ આગળ ચાલી રહી છે.

પાટીદારો આપને ફળશે

કોંગ્રેસ સાથે ટિકિટ વહેચણીને લઇને થયેલા વિવાદ બાદ પાસ દ્વારા આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારના વોર્ડ નંબર 2,3,4,14 અને 16માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું પ્રદર્શન જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેસે તો નવાઇ નહી લાગે. સુરતમાં અલ્પેશ કથિરિયાની મહેનત કામે લાગી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat