Gujarat Exclusive > રાજનીતિ > પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAPની પ્રથમ યાદી જાહેર, 10 ધારાસભ્યોને ફરી તક

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAPની પ્રથમ યાદી જાહેર, 10 ધારાસભ્યોને ફરી તક

0
78

ચંદીગઢ: પંજાબમાં આવતા વર્ષે માર્ચમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કેન્ડિડેટ્સની પ્રથમ યાદી જાહેર કરી છે. AAPએ પોતાના 10 ધારાસભ્યોને ફરી ટિકિટ આપવાની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં કોઇ પણ નવો ચહેરો સામેલ કરવામાં આવ્યો નથી. ગત વખતે પાર્ટીની ટિકિટ પર કુલ 20 ધારાસભ્ય જીત્યા હતા જેમાંથી 10 ધારાસભ્ય પાર્ટી છોડી ચુક્યા છે.

https://twitter.com/AamAadmiParty/status/1459081644799770626?s=20

આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરતા પંજાબની ગઢશંકર વિધાનસભા બેઠક પરથી જય કિશન, જગરાઊથી સરવજીત કૌર માનુકે, નિહાલ સિંહ વાલા વિધાનસભા બેઠક પરથી મનજીત બિલાસપુર, કોટકપુરાથી કુલતાર સિંહ સંઘવાન, તલવંડી સાબોથી બલજિંદર કૌર, બુધલાડાથી પ્રિન્સિપલ બુધરામ, ડિરબાથી હરપાલ સિંહ ચીમા, સુનમથી અમન અરોરા, બરનાલા સીટથી ગુરમીત સિંહ, મેહલકલાંથી કુલવંત પંડૂરીને મેદાનમાં ઉતાર્યા છે.

પંજાબમાં વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગઇ છે. રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી આમ આદમી પાર્ટી પણ ચૂંટણી માટે પોતાની પુરી તાકાત લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત પંજાબનો પ્રવાસ કરી ચુક્યા છે.

પંજાબમાં આપના ધારાસભ્ય છોડી રહ્યા છે સાથ

પંજાબમાં આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્ય ચૂંટણી પહેલા રાજીનામુ આપી રહ્યા છે. તાજેતરમાં જ ધારાસભ્ય રૂપિંદર કૌર રૂબીએ આપના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતુ. રૂબીએ ટ્વીટ કરીને કહ્યુ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્ય રાજીનામુ આપવા તૈયાર છે, તેમણે આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ પર પણ આરોપ લગાવ્યો હતો. રૂપિંદર કૌર રૂબીએ કહ્યુ કે આપનું કેન્દ્રીય નેતૃત્વ ના તો ધારાસભ્યોની સાંભળી રહ્યુ છે અને ના તો સાંસદની, આ સ્થિતિ બરાબર નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat