Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > મિ. પરફેક્ટનિસ્ટ આમિર ખાને મોબાઇલ ફોન અંગે કર્યો મહત્વનો ફેસલો

મિ. પરફેક્ટનિસ્ટ આમિર ખાને મોબાઇલ ફોન અંગે કર્યો મહત્વનો ફેસલો

0
63

આમિરની લાલસિંઘ ચઢ્ઢા આ ક્રિસમસ પર રિલીઝ થઇ રહી છે. જાણો શું કહ્યું

મુંબઇઃ બોલીવીડના પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતો આમિર ખાન (Aamir Khan decision) હંમેશા જરા હટકે કરવા માટે જાણાીતો છે. આ વખતે તેણે આજની જરૂરિયાત બનેલા મોબાઇલ ફોનને હાથ નહીં અડાડવાનો નિર્ણય લીધો છે.

આમિર ખાનની નવી ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા (Lal Singh Chaddha) ક્રિસમસ પર રિલીઝ થઇ રહી છે. એક્ટરે ફિલ્મની રિલીઝ સુધી મોબાઇલ ફોન નહીં વાપરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: મોટેરામાં રમાનારી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ જોવા PM મોદી -શાહ પણ આવી શકે છે

આમિરને મોબાઇલ અડચણરુપ લાગી રહ્યો છે

આજે જ્યારે મોબાઇલ લગભગ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. ત્યારે આ ફેસલો બહુ મોટો કહેવાય. આ નિર્ણય તેણે એટલા માટે લીધો કે તેને લાગી રહ્યું છે કે મોબાઇલ તેના કામમાં બહુ અડચણ બની રહ્યો છે.

ઘણાને ખબર છે કે આમિર (Aamir Khan decision) પોતાના પાત્રમાં લિપ્ત થઇ જાય છે. તેની ટેવ છે કે તે પોતાના પ્રોજેક્ટ પર બહુ ધ્યાન આપે છે. તેથી મોબાઇલ ફોન લાલ સિંઘ ચઢ્ઢાના નિર્માણ દરમિયાન અવરોધ ન બને તેથી આ નિર્ણય લીધો છે.

લાલ સિંઘની આતુરતા પૂર્વક જોવાતી રાહ

લાલ સિંઘ ચઢ્ઢાનો લોકો બહુ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કોરોના મહામારી આવની ન હોત તો કદાચ આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ પણ થઇ હોત. પરંતુ કોરોનાએ તેની રિલીઝ ડેટ લંબાવી દીધી. ડિસેમ્બરમાં ફિલ્મ રિલીઝ થશે. તેમાં આમિરની અપોઝિટ કરિના કપૂર ખાન છે. બંને અગાઉ થ્રી ઇડિયટમાં જોવા મળ્યા હતા. Aamir Khan decision news

આ પણ વાંચોઃ સલમાન ખાને પોતાની પ્રથમ કમાણી અંગે કર્યો મોટો ખુલાસો 

આમિર ખાન (Aamir Khan decision) ની છેલ્લે આવેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સિવાય તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાલ કરી. તેથી આ વખતે પણ લાલ સિંઘ માટે પણ સારી અપેક્ષા રખાઇ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat