Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી, કેજરીવાલે કહ્યુ- નવી રાજનીતિની શરૂઆત

ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી, કેજરીવાલે કહ્યુ- નવી રાજનીતિની શરૂઆત

0
301

સુરત: ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાત હવે જૂની થવા જઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઓફિશિયલ રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ગઇ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કરતા 25થી વધુ બેઠકો કબજે કરી છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતું.

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં AAPની જીતને વધાવી

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની ભવ્ય જીતને વધાવી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યુ કે, “નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી શુભેચ્છા.”

સુરત વાસીઓનો માન્યો આભાર

આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય જીત બદલ સુરત વાસીઓનો આભાર માનતા ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા હતા.

સુરતમાં 120 બેઠકમાંથી ભાજપને અત્યાર સુધી 55 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને 55 બેઠક મળી હતી, જ્યારે 5 બેઠકમાં કોંગ્રેસ આગળ છે.

રાજ્યમાં ત્રીજો મોરચો સફળ થતો નહતો

ગુજરાતમાં અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓમાં ત્રીજા પક્ષનું અસ્તિત્વ નહતું. ત્રીજો મોરચો રાજ્યની ચૂંટણીમાં સફળ થતો નહતો. જોકે, કોંગ્રેસને પાટીદારો સાથેનો ટકરાવ ભારે પડ્યો છે. સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વોર્ડમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય સફળતા મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધી રચાયેલા તમામ ત્રીજા મોરચાનો આશય જે તે સમયના મુખ્ય રાજકીય પક્ષો કે શાસન વ્યવસ્થા સામેની રાજકીય આગેવાનોની નારાજગી જ રહ્યો છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat