ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. 1 વાગ્યા સુધી 34.74 ટકા મતદાન થયુ છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ મોટો દાવો કર્યો છે. ઇસુદાન ગઢવીએ કહ્યુ કે AAP ગુજરાતમાં 100 બેઠક સાથે સરકાર બનાવવા જઇ રહી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભામાં બહુમતીનો આંકડો 92 બેઠક છે.
ઇસુદાન ગઢવીનો સરકાર બનાવવાનો દાવો
આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ઘુમાની વિદ્યાસાગર હાઇસ્કૂલમાં મતદાન કર્યુ હતુ. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, મારી લોકોને અપીલ છે કે મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર નીકળીને મતદાન કરો. લોકતંત્ર માટે મતદાન કરવુ ઘણુ જરૂરી છે. મને આશા છે કે આમ આદમી પાર્ટી પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 51 બેઠક કરતા વધુ અને બીજા તબક્કામાં 52થી વધુ બેઠક જીતશે.