ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવા જઇ રહી છે. આ સાથે જ રાજકીય દળ પણ તૈયારીમાં લાગેલા છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશની બેઠક શરૂ કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ મોટી બેઠક કરશે જેમાં મુખ્યમંત્રીના ઉમેદવારને લઇને જાહેરાત કરવામાં આવશે.
Advertisement
Advertisement
ભાજપની તૈયારી
ગુજરાત ભાજપ ગુરૂવારથી ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં બેઠક શરૂ કરી રહી છે. મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, પ્રભારી સુધીર ગુપ્તા અને ભૂપેન્દ્ર યાદવ સામેલ થશે. બેઠક દરમિયાન 182 બેઠક પર ઉમેદવારોના નામનુ વિશ્લેષણ કરશે. તમામ સભ્ય કેન્દ્રીય સંસદીય સમિતીને યાદી મોકલ્યા પહેલા ઉમેદવારોના નામ પર નિર્ણય લેશે.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે દરેક બેઠક પર એક ડઝનથી વધારે ઇચ્છુક ઉમેદવાર છે. એક તરફ જ્યાં પાટિલ સંકેત આપી રહ્યા છે કે પાર્ટી નો રિપીટના આધાર પર નિર્ણય લેશે બીજી તરફ અમિત શાહનું માનવુ છે કે જીતવાની ક્ષમતા જ મુખ્ય પરિમાણ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે ભાજપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે.
AAP મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે
આમ આદમી પાર્ટીની પણ બેઠક મળવાની છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે બાદ પાર્ટી શુક્રવારે જ મુખ્યમંત્રીના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે પાર્ટી ગુજરાત માટે સીએમ ચહેરાની જાહેરાત 4 નવેમ્બરે કરશે, તેમણે તેની માટે જનતા પાસેથી વિચાર માંગ્યા હતા અને કહ્યુ કે પાર્ટીનો સીએમ ચહેરો જનતાના હેલ્પલાઇન દ્વારા મળેલા વિચારના આધાર પર નક્કી થશે.
સૂરતમાં કેજરીવાલે પત્રકારોને કહ્યુ હતુ કે તેમણે રાજ્યના લોકોને એસએમએસ, વૉટ્સઅપ, વોઇસ મેલ અને ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરવાની અપીલ કરી છે. ખાસ વાત આ છે કે પંજાબમાં પણ પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે જનતા પાસેથી વિચાર માંગ્યા હતા. આમ આદમી પાર્ટીએ ભગવંત માનના નામ પર ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી.
કોંગ્રેસની ચર્ચા ચાલુ
કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હીમાં ચર્ચા કરી રહ્યા છે. સમાચાર છે કે પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે. સ્ક્રીનિંગ કમિટીએ ગત અઠવાડિયે 100 બેઠક પર નામ નક્કી કરી લીધા હતા અને હવે બાકી રહેલા ઉમેદવાર એક કે બે દિવસમાં નક્કી કરી લેવામાં આવશે.
Advertisement