વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગુજરાતમાં હજી સુધી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.પરંતું જે રીતે રાજકીય પાર્ટી તૈયારી કરી રહી છે તે જોતાચૂંટણી ટુંક જ સમયમાં જાહેર થાય તેવી સંભાવના છે.જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે.ગુજરાતમાં આગામી વિધાનસભાને લઈને ભાજપ અને કોંગ્રેસ હજી સુધી એક પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, તેવામાં આપ દ્વારા ત્રીજી યાદી પણ જાહેર કરી ભાજપ અને કોંગ્રેસથી એક ડગલું આગળ ચાલી રહી છે.બીજી બાજુ વહેલા યાદી જાહેર કરીને આપ પોતાના જ પગ પર કુહાડી મારી અન્ય પક્ષ માટે કામ સહેલું કરતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
Advertisement
Advertisement
148 નાંદોદ ( રાજપીપળા) વિધાનસભાના આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કોણ હશે એની ઘણાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.આપ ના નાંદોદના ઉમેદવાર તરીકે નિવૃત્ત બેંક મેનેજર વિક્રમ તડવી, ભાજપા છોડીને આમ આદમી પાર્ટીમા જોડાયલા સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા અને કેવડીયા બચાઓ આંદોલન સમિતિના પ્રણેતા ડો.પ્રફુલ્લ વસાવા.આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી ત્રીજી યાદીમાં 148 નાંદોદ (રાજપીપળા) વિધાનસભાના ઉમેદવાર તરીકે ડો.પ્રફુલ્લ વસાવાને જાહેર કર્યા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ટીકીટ મળવાની આશાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પોતાના વિસ્તારના ગામોની મુલાકાત લઈ મોટી સંખ્યામા આદિવાસીઓને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા હતા.ત્યારે ડો.પ્રફુલ વસાવાના નામની જાહેરાત કરાતા નિરંજન વસાવાની ટીકીટ મળવાની આશા પર પાણી ફરી વળ્યુ છે.
Advertisement