ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. AAPએ સાતમી યાદીમાં 13 ઉમેદવારોને ટિકિટ આપી છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 182 બેઠકમાંથી 86 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીની સાતમી યાદી જાહેર
આમ આદમી પાર્ટીએ સાતમી યાદીમાં કડી, ગાંધીનગર ઉત્તર, વઢવાણ, મોરબી, જસદણ, જેતપુર (પોરબંદર), કાલાવડ, જામનગર ગ્રામીણ, મહેમદાવાદ, લુણાવાડા, સંખેડા, માંડવી (બારડોલી), મહુવા (બારડોલી) બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીએ ઉત્તર ગુજરાતની કડી બેઠક પર એચકે ડાભીને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ગાંધીનગર ઉત્તર બેઠક પર મુકેશ પટેલને ટિકિટ આપી છે. વઢવાણમાં હિતેશ પટેલ બજરંગને ઉમેદવાર બનાવ્યા છે. મોરબીમાં પંકજ રનસરીયાને ટિકિટ આપી છે. જસદણમાં તેજસ ગજપરા, જેતપુર (પોરબંદર)માં રોહિત ભુવા, કાલાવાડમાં ડૉ. જિગ્નેશ સોલંકી, જામનગર ગ્રામ્યમાં પ્રકાશ ડોગરા, મહેમદાવાદમાં પ્રમોદભાઇ ચૌહાણ, લુણાવાડામાં નટવરસિંહ સોલંકી, સંખેડામાં રંજન તડવી, માંડવી (બારડોલી)માં સાયન બેન ગામિત, મહુવા (બારડોલી) કુંજન પટેલ ધોડિયાને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી સાતમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/mo4rqSYW7J
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 28, 2022
Advertisement