Gujarat Exclusive > The Exclusive > આજે વિનાયક ચતુર્થી પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, દૂર થશે તમામ વિધ્નો

આજે વિનાયક ચતુર્થી પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, દૂર થશે તમામ વિધ્નો

0
462

દેશભરમાં આજે વિનાયક ચતુર્થીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે પૂર્ણ વિધિ વિધાનથી ગણપતિની પૂજા કરવામાં આવે છે. અનેક લોકો આજના દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પૂજનીય દર્શાવાયા છે. કોઈ પણ પૂજા-પાઠ કે શુભ કામની શરૂઆત ભગવાન ગણેશની પૂજા વિના શુભ માનવામાં આવતી નથી.

ભગવાન ગણેશની વિધ્નહર્તા પણ માનવામાં આવે છે. જો તમારા કોઈ કામમાં અડચણો આવી રહી છે અથવા જીવનમાં કોઈ અશુભ ઘટનાઓ ઘટી રહી છે, તો તમે ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરી શકો છે. 30 નવેમ્બર એટલે કે આજે વિનાયક ચતુર્થી છે, ત્યારે ગણપતિની વિધિસર પૂજા કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

દર મહિને આવતી આ ચતુર્થી પણ ભગવાન ગણેની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિવારના દિવસે આવતી આ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ દિવસે સંપૂર્ણ વિધિથી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ ચતુર્થી પર તમે ઈચ્છો તો ઉપવાસ પણ રાખી શકો છો.

વિનાયક ચતુર્થીનું શુભ મુહૂર્ત
► ચતુર્થી તિથિનો પ્રારંભ: 5:40 PM (29 નવેમ્બર)
► ચતુર્થી તિથિ સમાપ્ત 6:05 PM (30 નવેમ્બર)
► શુભ મુહૂર્ત: 11:20 AMથી 01:33 PM

વિનાયક ચતુર્થીની પૂજા વિધિ
→ વિનાયક ચતુર્થીના વ્રત વાળા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં દૈનિક ક્રિયાઓ પતાવી નહાઈ લો
→ આ દિવસે લાલ રંગના કપડા પહેરવાનો પ્રયત્ન કરો
→ જે બાદ ઘરમાં રહેલા મંદિરની સફાઈ કરો
→ ગણેશ ભગવાનની પૂજા પૂર્ણ વિધિ-વિધાનથી કરો
→ તમારી શક્તિ પ્રમાણે તમે ગણેશ ભગવાનને ચાંદી, માટી, પિત્તળ, સોનુ અથવા તાંબાની મૂર્તિની સ્થાપના કરો
→ નારંગી રંગનું સિંદૂર દુર્વા ઘાસની સાથે ભગવાન ગણેશને અર્પણ કરો
→ પૂજા કરતા સમયે ગણેશ ભગવાનના મંત્ર ‘ॐ गं गणपतयै नम:’ નો પાઠ કરો અને 21 દૂર્વા ચઢાવો

બુધવારે ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો ભોગવવું પડશે ગંભીર પરિણામ