Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખેડૂતો સાવધાન! આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ખેડૂતો સાવધાન! આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

0
7281

સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાછલી રાતે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને મહેસાણા અને બનાસકાંઠાના ધાણધાર વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે. સારા એવો વરસાદ પડ્યા બાદ ખેડૂતોએ બાકી વાવણીની પણ તૈયારીઓ કરી લીધી હશે તેવું આપણે માની લઈએ. આવતા દિવસોમાં હજું સારો એવો વરસાદ પડે તેની આગાહીં પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેથી ખેડૂતોને વાવણી દરમિયાન ચોક્કસ રીતે સાવધાની રાખવી જોઈએ. હજું ઉત્તર ગુજરાતના ઘણા બધા ખેડૂતોએ પોતાની બાજરીનો પાક પણ લીધો નથી, તેથી તેવા ખેડૂતોને આવતા ત્રણ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં તૈયારી કરી રાખવી જોઈએ.

પાછલા ચાર દિવસથી મુંબઈમાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે આગામી 3 દિવસ ગુજરાતભરના વિભિન્ન વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ ગુજરાતભરમાં પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કચ્છને આંશિક રીતે બાદ કરતા વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી હતી, જે સચોટ રહી હતી. તે ઉપરાંત 4 જૂલાઈએ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી છે.

આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ વગેરેનો સમાવેશ થાય છે.