Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આગામી રવિવારે એક સાથે 3 સરકારી પરીક્ષા, ઉમેદવારોમાં ચિંતાની લાગણી

આગામી રવિવારે એક સાથે 3 સરકારી પરીક્ષા, ઉમેદવારોમાં ચિંતાની લાગણી

0
1025

આગામી રવિવારે એક જ દિવસે ત્રણ પરિક્ષાઓ લેવામાં આવશે. જેથી કેટલાક મહિનાઓથી પરિક્ષાની તૈયારીઓ કરતા તમામ ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે.આઈબીપીએસ, ડીવાયએસઓ અને સી-ટેટ એમ ત્રણ ત્રણ પરીક્ષાઓ એક સાથે લેવાશે.

રાજ્યના તમામ વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે ખુબજ મહેનત કરી રહ્યા છે. તમામ પરિક્ષાના ફોર્મ ભરવાથી લઈને તારીખ સુધીમાં હજારો રૃપિયાનો ખર્ચ થઈ જાય છે. સરકારી નોકરીમાં સફળતા મેળવવા ખાનગી ટયુશનના ખર્ચા પણ કરતા હોય છે.

સરકાર તેમજ વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા આવતી જાહેરાત માટે ઓનલાઈન ફોર્મ ભરવા, ફોર્મ ફી જેવા ખર્ચ થાય છે. ત્યારે સરકાર તેમજ અન્ય ભરતી સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવે એક સાથે ત્રણ પરીક્ષા જાહેર થાય તો ઉમેદવારો અવઢવમાં મુકાઈ જાય છે.

ઈન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સનલ સિલેક્શન દ્વારા ક્લેરીકલ કેડરમાં ભરતી, ગુજરાત પબ્લીક ર્સિવસ કમિશન દ્વારા ડેપ્યુ.સેક્શન ઓફિસર (નાયબ મામલતદાર) અને સાથે સાથે સી-ટેટ એમ ત્રણ પ્રકારની લેખિત પરીક્ષા તા.08 ને રવિવારે એક સાથે જાહેર થતા નોકરીની આશાએ પેટે પાટા બાંધીને લાંબા સમયથી તૈયારી કરતા પરીક્ષાર્થી કોઈપણ એક પરીક્ષામા બેસી શકશે. આથી તેની મહેનત અને પરીક્ષા જેવો ખર્ચ એળે જાય છે. આ અંગે ઉમેદવારોના હીતમાં યોગ્ય નિર્ણય થાય તે જરૃરી છે.

અમદાવાદ: પાલડી વિકાસગૃહમાંથી ફરી એક યુવતી લાપતા