Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે આધાર કાર્ડને વોટર ID સાથે લિન્ક કરાવવું પડશે, સરકાર નવો નિયમ લાવવાની તૈયારીમાં

હવે આધાર કાર્ડને વોટર ID સાથે લિન્ક કરાવવું પડશે, સરકાર નવો નિયમ લાવવાની તૈયારીમાં

0
649

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની યોજના લાવવા જઈ રહી છે. કાયદા મંત્રાલયે આ મામલે ચૂંટણી પંચ તરફથી મળેલા સૂચનો સ્વીકાર્યા છે. હવે મંત્રાલય આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું છે. જેને વડાપ્રધાનની અધ્યક્ષતા વાળી કેબિનેટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. કાયદા મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રક્રિયામાં ડેટા ચોરી થવાની સંભાવનાને સમાપ્ત કરવા માટે કોઈ રસ્તો નીકાળવામાં આવશે.

આ અંગે અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી કાયદા મંત્રાલય દ્વારા નક્કી નથી થયું કે, તે કેબિનેટ સમક્ષ આ યોજના ક્યારે રજૂ કરશે. જો કે બજેટ સત્ર પહેલા અથવા તે દરમિયાન આ યોજના કેબિનેટ સમક્ષ મૂકાશે. રિપોર્ટ પ્રમાણે, કાયદા મંત્રાલયે કેટલીક શરતોને આધિન આ માટે મંજૂરી આપી દીધી છે. કાયદા મંત્રાલયની મંજૂરી બાદ ચૂંટણી પંચને વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનો કાયદાકીય અધિકાર મળી શકે છે.

આ મામલે ચૂંટણી પંચે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેને લોકોના આધાર અને વોટર આઈડીમાં તેમના ઉપયોગના અધિકાર આવા માટે રિપ્રેજેન્ટેશન ઓફ ધી પીપલ્સ એક્ટ 1950માં બદલાવ કરવામાં આવે.

હવે આગળ શું થશે?
આ પ્રસ્તાવને કેબિનેટમાં રાખવામાં આવશે. જ્યાં પાસ થવા પર કાયદામાં ફેરફારની તૈયારી કરવામાં આવશે. સંસદના બન્ને ગૃહોમાં આ કાયદો પસાર થયા બાદ ચૂંટણી પંચ પ્રક્રિયા શરૂ કરશે. જે લોકોના વૉટર આઈડી બન્યા છે, તેમને આધાર સાથે લિન્ક કરવાની કરવાની પ્રક્રિયા જણાવવામાં આવશે. નવા નામ જોડવા માટે આધાર માંગવામાં આવશે.

નકલી વૉટર્સ અને બોગસ મતદાન પર સર્જિકલ સ્ટ્રાઈક
આ અંગે ચૂંટણી પંચનું કહેવું છે કે, તેનાથી નકલી મતદાતાઓની ઓળખ કરવામાં મદદ મળશે. સંશોધનમાં એવું પણ કહેવાયું છે કે, આધાર નંબર નહી આપવાની સ્થિતિમાં કોઈનું નામ મતદાતા યાદીમાં હટાવવામાં નહી આવે અને તેને ઈનરોલમેન્ટ દેવાથી રોકવામાં પણ નહીં આવે.

હાલ દેશમાં કેટલા મતદાતાઓ
લોકસભા ચૂંટણી 2019ના આંકડા પ્રમાણે, દેશમાં અંદાજે 90 કરોડ વોટર છે. દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટને 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.

આધાર લિન્ક મામલે ગુજરાત હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા સુધી આધાર સાથે લિન્ક ના કરાવવા પર પણ PAN કાર્ડને રદ્દ નહીં કરવામાં આવશે. ઈન્કમટેક્સ વિભાગે PANને આધાર સાથે જોડવાની સમય મર્યાદા 31 માર્ચ, 2020 નક્કી કરી છે. આ તારીખ સુધી કોઈ પણ વ્યક્તિ PAN કાર્ડ આધાર સાથે લિન્ક નહી કરવા પર તેનો PAN નંબર ઈનઓપરેટિવ થઈ જશે. જો કે હાઈકોર્ટે જણાવ્યું કે, આધાર એક્ટ અંગેની સુનાવણી હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. એવામાં PAN અને આધાર સાથે લિન્ક કરવા પર કોઈ નિર્ણય ના લઈ શકાય.

અમેરિકન રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ, અમદાવાદમાં ‘હાઉડી મોદી‘ની જેમ યોજાશે ‘કેમ છો ટ્રમ્પ‘