Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ: CAનો અભ્યાસ કરતી અને 6 મહિનાથી રુમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત

રાજકોટ: CAનો અભ્યાસ કરતી અને 6 મહિનાથી રુમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત

0
172

રાજકોટ: રાજકોટમાં સાથી સેવા ગ્રુપ દ્વારા એક મકાનમાં 6 મહિનાથી રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ યુવતીની ઉંમર 25 વર્ષ હતી. શહેરના સાધુ વાસવાણી રોડ પર છેલ્લા 6 મહિનાથી રુમમા કેદ યુવતિને સાથી સેવા ગ્રુપે છોડાવી હતી. યુવતી CAનો અભ્યાસ કરતી હતી. તેણીએ છેલ્લા 8 દિવસથી કંઈજ ખાધુ-પીધુ ન હોવાથી તેની હાલત ગંભીર જોવા મળી હતી જેને કારણે તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સીએનો અભ્યાસ કરી રહેલી યુવતી છેલ્લા છ માસથી રુમમાં બંધ હતા અને 8 દિવસથી ખાવા-પીવાનું કઈ જ ખાધુ ન હોવાથી તે કોમામાં જતા રહ્યા હતા. જો કે, આસપાસના લોકોને યુવતિના ઘરમાંથી દુર્ગંધ આવતા તેઓએ તાત્કાલિક સાથી સેવા ગ્રુપનો સંપર્ક કર્યો હતો. જેથી સાથી સેવા ગ્રુપના સભ્યો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. તેઓ યુવતિના ઘરમાં પ્રવેશવા માટે જતા હતા ત્યારે પરિવારજનો તેને અંદર આવવા માટે ના પાડી રહ્યા હતા. પરિવાર સાથે સાથી સેવા ગ્રુપ અને પોલીસે ભારે ચકમક કરતા તેઓ ઘરમાં ઘુસ્યા હતા. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ મેળવેલી પદવીની સાર્થકતા માનવીય અભિગમ સાથે રાષ્ટ્રવિકાસના પુરુષાર્થ દ્વારા સિદ્ધ કરે : રાજયપાલ

આ યુવતિની હાલત ગંભીર હોવાથી તેણીને સાથી સેવા ગ્રુપ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, આ યુવતિની સારવાર માટે પરિવારજનો લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા હતા. યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતા. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે. પરિવાર યુવતીને યુરિન પીવડાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9