લીમખેડા: મહિસાગર જિલ્લામાં ફરી એક વાર વાઘ જોવા મળ્યો હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે. ખાનપુરના જેઠોલા ગામમાં છેલ્લા 15 દિવસથી બકરા, ગાય સહિતના પશુઓના મારણ થતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
મંગળવારની રાત્રે ફરી બકરાનું પણ મારણ કરાયુ હોવાનું ગ્રામજનો ગણાવી રહ્યા છે. મારણ કરતુ હિંસક પ્રાણી વાઘ હોવાનું ગ્રામજનોએ દાવો કર્યો હતો. ખાનપુરના જંગલમાંથી વાઘ આવતો હોવાની જાણ ગામ લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવી છે. જોકે, વાઘની કોઇ પૃષ્ટી કરવામાં આવી નથી. ખાનપુર વન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી હોય ત્યારે વાઘ હોવાનું પણ નકારી ન શકાય.
મહિસાગરના જિલ્લા મુખ્ય વન અધિકારી એન.વી.ચૌધરીએ કહ્યુ કે, હાલ જંગલમાં વાઘ ફરતો હોવાની વાત મને મળી છે, વાઇરલ વીડિયોનું સ્થળ ખાનપુરના જંગલનું છે કે નથી તેની પણ તપાસ કરીશુ. વાઘ ઉંચા ઝાડ પર પંજાના નિશાન કરતો હોવાથી ઉંચા ઝાડ પર વન વિભાગ ચેકિંગ કરી રહ્યુ છે. વાઘના પંજા 15થી 20 સેમી લાંબા અને પહોળા હોય છે. હાલ જંગલમાં વાઘ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી પણ વાઘ હોવાનું નકારી ના શકાય.
Advertisement