Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણામાં ત્રિપલ અક્સ્માત સર્જાયો, 1નું મોત અને 8 ઘાયલ

મહેસાણામાં ત્રિપલ અક્સ્માત સર્જાયો, 1નું મોત અને 8 ઘાયલ

0
306

ગતરોજ અમદાવાદ કાંકરિયા ફરી પાછા જઈ રહેલા રિક્ષા અને બે કાર વચ્ચે અક્સ્માતમાં એકનું યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને અન્યા આઠ લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઈ ટ્રાફિક જામ થતા લોકો કલાકે સુધી હાઈવે પર અટવાયા હતા. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ભાન્ડુથી લક્ષ્મીપુરા તરફ જવાના માર્ગે ગત રોજ સાંજના સુમારે ત્રિપલ અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં રિક્ષા,સ્વીફ્ટ અને અલ્ટો કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આ અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદના કાંકરીયા ફરીને આવતા અને પાલનપુરના ચંડીસર ગામે જઇ રહેલા ત્રણ મિત્રોને આ અકસ્માત નડ્યો હતો. જેમા તેમની કાર,અને રિક્ષાને ઊંઝા તરફથી આવી રહેલી અલ્ટો ધડાકાભેર અથડાયા બાદ સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને એકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું.

આ અક્સ્માત એટલા ભયાનક હતો કે રિક્ષા અને ગાડીઓના ભૂકા બોલાઈ ગયા હતા. લોકોને જાણ થતા તેમના ટોળે ટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા જેથી તાત્કાલિક લોકોએ 108ને જાણ કરતા 3 એમ્બ્યુલન્સો ઘટના સ્થળે આવી 8 લોકોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

ચીનમાં રહેતી ભારતીય શિક્ષિકાને લાગ્યો કોરોના વાયરસનો ચેપ, હાલ ICUમાં સારવાર હેઠળ